સુરત: મકાન ખાલી કરાવવા જેવી બાબતે યુવાનની હત્યા, પોલીસ પર લાગ્યો મોટો આરોપ
સુરતના ડિંડોલીમાં મકાન પચાવી પાડનારા માથાભારે સુલતાન શેખે સાગરિતો સાથે ઘસી જઇ મકાન માલિક યુવકની ઘાતકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી. તિક્ષ્ણ હથિયારો સાથે રિક્ષામાં ઘસી આવી હુમલો કરી ટોળકી નાસી છૂટી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ડિંડોલીમાં ગરનાળા પાસે ડિંડોલીમાં ગરનાળા પાસે સંતોષી નગરમાં રહેતા ગુલાબ ધનજીભાઇ સોલંકી (28) મજૂરી કામ કરતો હતો. મૂળ અમદાવાદ ધંધૂકાના વતની ગુલાબનો સંતોષીનગરના મકાનમાં આવેલો એક રૂમ માથાભારે સુલતાન શેખે પચાવી પાડ્યો છે. આ મકાન ખાલી કરવાના મામલે તેઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ પણ ચાલે છે.
થોડા સમય પહેલાં આ મામલે મારામારી પણ થઇ હતી. જે ગુનામાં ડિંડોલી પોલીસ સુલતાનની ઘરપકડ પણ કરી હતી. દરમિયાન આજે સાંજે સાતેક વાગ્યે ગુલાબ ઘર પાસે ઉભો હતો ત્યારે સુલતાન શેખ 4-5 સાગરિતો સાથે રિક્ષામાં ધસી આવ્યો હતો. ઘાતક હથિયારો સાથે તેને ગુલાબ પર હુમલો કરી દીધો હતો. તિક્ષ્ણ હથિયારના છાપરાછાપરી ઘા ઝીંકી તેઓ નાસી છૂટ્યા હતા. ગુલાબને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો.
જ્યાં તેનું મોત થતાં ડિંડોલી પોલીસ દોડતી થઇ ગઇ હતી. ડિંડોલી પોલીસે સુલતાન સહિતની ટોળકી સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. વધુમાં સુલતાન રીઢો ગુનેગાર છે, તે મારપીટ ધાક ધમકી અને ચોરીના ગુનામાં અગાઉ પકડાઇ ચૂક્યો છે.
આ ઘટનામાં હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, કે સુરતના ડિંડોલી ખાતે થયેલી દલિત યુવાનની હત્યા મામલે મોટો વળાંક આવ્યો છે. પરિવારજનોએ દલિત યુવાનની મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.
પરિવારજનોએ પોલીસ સમક્ષ માંગણી કરી છે કે, જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં. પરિવારજનો પોલીસ પર આરોપ મૂકી રહી છે કે પોલીસની રહેમનજર હેઠળ હત્યા થઇ છે. પોલીસની આ ઘટના મામલે કાર્યવાહી એકદમ મંદ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post સુરત: મકાન ખાલી કરાવવા જેવી બાબતે યુવાનની હત્યા, પોલીસ પર લાગ્યો મોટો આરોપ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/surat-murder-of-a-young-man-evict/
via Best Gujarati News
0 Comments