ધોરણ-5ની વિદ્યાર્થીનીએ શિક્ષિકાને કહ્યું- ‘મારા પિતા વીડિયો બતાવી ગંદું કામ કરે છે’
શહેર પોલીસ દ્વારા ચાલી રહેલી ગુડ ટચ બેડ ટચ કેમ્પેઇન દરમિયાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. રાંદેર પોલીસે ઉગતની સરકારી શાળામાં કરેલી કેમ્પેઇન બાદ ધોરણ-5ની વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ અને શિક્ષિકાને, મારા પિતા નગ્ન વીડિયો બતાવી મારી સાથે ગંદુ કરે છે.
એમ કહેતા આખો મામો પોલીસમાં પહોંચ્યો હતો. આ મામલે રાંદેર પોલીસે સગી પુત્રી પર બે વર્ષ દરમિયાન દુષ્કર્મ કરનારા નરાધમ પિતા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
દુષ્કર્મ આચરનારા સગા પિતા વિરુદ્ધ ફરિયાદ કરનારી યુપીવાસી પરિવારની બાળકીની હિંમતને પોલીસ પણ સલામ કરી રહી છે. ગત મહિને ઉગતની સરકારી શાળામાં રાંદેર પોલીસ મથકના એએસઆઈ મમતાબેન સહિતના પોલીસકર્મીઓ દ્વારા ગુડ ટચ-બેડ ટચ કેમ્પેઇન અંતર્ગત પ્રોગ્રામ કરાયો હતો.
ત્યારબાદ અહીં ધોરણ-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોતાની સગા પિતા દ્વારા તેણીની સાથે અજુગતું કૃત્ય કરવામાં આવતું હોવાની ફરિયાદ શાળાના મહિલા પ્રિન્સિપાલ અને શિક્ષિકાને કરી હતી. જેને ગંભીરતાથી લઇ તેઓ રાંદેર પોલીસ મથકે દોડી આવ્યા હતા. પીડિત કિશોરીએ માતાની હાજરીમાં કહ્યું હતું કે, સગા પિતા દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન રાત્રીના સમયે મોબાઇલ ફોનમાં નગ્ન વીડિયો બતાવી શરીર સંબંધ બાંધવામાં આવ્યો છે.
બાળકોમાં નિર્ભયતાનું વાતાવરણ ઉભું કરવામાં સફળતા મળી
બાળકો સાથે બનતા દુષ્કર્મના ઘણા કિસ્સામાં નજીકના સગા કે પરિચિતની સંડોવણી સામે આવે છે. બાળકો એક ભયને કારણે કોઇને તેમની સાથે બનેલી ઘટનાની વાત કરતા નથી. બાળકોમાંથી આ પ્રકારનો ભ.ય દૂર કરવા માટે જ શહેર પોલીસ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
હવે તેને સફળતા મળતી દેખાઇ રહી છે. બાળકોમાં એક વાતાવરણ ઉભું કરવામાં પોલીસ સફળ થઇ છે. જેનું ઉદાહરણ રાંદેર પોલીસમાં બાળકીએ તેના પિતા વિરુદ્ કરેલી ફરિયાદ છે.
‘ગુડ ટચ-બેડ ટચ’ કેમ્પેઇન દરમિયાન પ્રથમ ફરિયાદ
સુરત પોલીસ દ્વારા છેલ્લા 6 માસથી શહેરભરની શાળાઓમાં ‘ગુડ ટચ-બેડ ટચ’ નું કેમ્પેઇન ચલાવાઇ રહ્યું છે. બાળકો સાથે બનતા દુષ્કર્મના કિસ્સા અટકાવવા પોલીસ દ્વારા આ અભિયાન ઉપાડવામાં આવ્યું છે. દરમિયાન રાંદેર પોલીસમાં એક કિશોરીએ પોતાના સગા પિતા દ્વારા આચરવામાં આવતા દુષ્કર્મની ફરિયાદ કરી હતી. આ અભિયાન અંતર્ગત શહેરમાં આ પ્રથમ ફરિયાદ નોંધાઇ છે.
બે વર્ષ પહેલા સમાજમાં બદનામીના ડરથી ફરિયાદ નહીં કરી
નરાધમ પિતાના દુષ્કર્મ બાબતે કિશોરીએ બે વર્ષ પહેલા પણ માતાને વાત કરી હતી. પરંતુ તેણીએ સમાજમાં બદનામીના ડરથી પોલીસને ફરિયાદ કરી નહોતી. બીજી બાજુ પિતાએ પણ તેનાથી ભૂલ થઇ ગઇ છે, કહી બીજા બે બાળકોનો વાસ્તો આપી માફી માંગી હતી. જેને પગલે વાત પોલીસ સુધી પહોંચી નહોતી.
જોકે, તેણે પોતાની હેવાનિયત નહીં છોડતા આખરે પોલીસના ‘ગુડ ટચ-બેડ ટચ’ કેમ્પેઇન દરમિયાન તેનું પાપ છાપરે ચઢી પોકાર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ધોરણ-5ની વિદ્યાર્થીનીએ શિક્ષિકાને કહ્યું- ‘મારા પિતા વીડિયો બતાવી ગંદું કામ કરે છે’ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/good-touch-bad-touch-campaign-std-5-daughter-complaint-against-father/
via Best Gujarati News
0 Comments