રાજ્યમાં આગના અનેક બનાવોમાં સુરતમાં બનેલા એક ગમખ્વાર અકસ્માતે વધારો કર્યો છે. સુરતના બમરોલી રોડ પર આવેલી એક હોસ્પિટલની મીટર પેટીમાં મોડી સાંજે આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ઘારણ કરતા ધુમાડો હોસ્પિટલમાં ઘૂસ્યો હતો. હોસ્પિટલમાં ધુમાડો ભરાઇ જતા અહીંનો સ્ટાફ, દર્દીઓ અને દર્દીઓના પરિવારજનોનો જીવ તાળવે ચોંટ્યો હતો.

આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ ફાયરને જાણ કરતા ગણતરીની ક્ષણોમાં ફાયરના અધિકારીઓ હોસ્પિટલ પહોંચીને 18 દર્દી સહિત 30 લોકોને રેસ્ક્યૂ કરી સલામત રીતે બહાર કાઢ્યા હતા. હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હોવાની વાત સ્થાનિક વિસ્તારમાં ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, શનિવારે મોડી સાંજે સુરતના બમરોલી રોડ પર કાશીનગરમાં આવેલી બીઓબી બેન્કની ઉપર આવેલી શ્રીજી હોસ્પિટલમાં આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. ત્યારબાદ ભેસ્તાન, માનદરવાજા અને મજૂરા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

બનાવની ગંભીરતા જોતા ચીફ ફાયર ઓફિસરો સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બિગ્રેડ સમયસર પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે સાવચેતીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ સ્ટેન્ડ બાય કરી દેવાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post સુરતમાં આવેલી હોસ્પિટલમાં ભીષણ આગ, 17 દર્દી સહિત 30 લોકોને રેસ્ક્યૂ કરી બચાવ્યા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/surat-fire-break-out-in-shreeji-hospital-30-people-rescue/
via Best Gujarati News

0 Comments