લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત સહિત દેશમાં રાજકારણનો પવન વાઇ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે. પરંતુ હજી ભાજપ અને કોંગ્રેસમાં ગુજરાતની 26 બેઠકોમાંથી અડધી સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કર્યા નથી. ત્યારે કોંગ્રેસ તરફથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.

લોકસભાની ચંટણી માટે કોંગ્રેસ દ્વારા ગુજરાતની 13 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ત્યારે આવતીકાલે એટલે કે સોમવારે દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળવા જઇ રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસ 2 એપ્રિલે અન્ય 13 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. મહત્વનું છે, કે સોમવારે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાની હોવાથી આ બેઠકમાં ઉમેદવારોને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.

બન્ને પક્ષોમાં પોતાના ઉમેદવારો જાહેર કર્યા બાદ આંતરિક વિખવાદ જાહેર થતો હોય છે, જેથી આ ઘટનાને નિવારવા માટે બન્ને પક્ષોએ છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારો નક્કી કરવાનો પ્લાન બનાવ્યો છે. ગુજરાતની 13 લોકસભાની બેઠક પૈકી 4 ઉમેદવારો છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવે છે. કોંગ્રેસના નેતાઓમાં અનેક વાર ચૂંટણીના પહેલા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો બાદ આંતરિક અસંતોષ બહાર આવે છે. જેથી ખૂબ જ જાળવીને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

મહત્વનું છે, કે અગાઉ 13 ઉમેદવારો જાહેર થયા હતા તે પણ 3 તબક્કામાં જાહેર કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં પૂંજા વંશના નામનો પણ વિરોધ થઈ રહ્યો છે. બાકીની 13 બેઠકોમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, જામનગર, ભાવનગર સહિતની બેઠકો માટે કોંગ્રેસે પેનલ તૈયાર કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post લોકસભા ચૂંટણી 2019: જાણો ગુજરાતની 13 બેઠકો પર કોંગ્રેસ ક્યારે પોતાના ઉમેદવાર નક્કી કરશે! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/13-seats-in-gujarat-congress-candidate-to-be-announced/
via Best Gujarati News

0 Comments