પત્રકાર ખશોગી હત્યા સાથે એમેઝોનના ચીફ જેફ બેઝોસ કનેક્શન, ફોનમાં સઘળું રહસ્ય
વિશ્વના સૌથી પૈસાદાર માણસ જેફ બેઝોસની વ્યક્તિગત તસવીર લીક થયા પછી તેની પત્ની સાથે તલાક થઇ ગયો છે. પણ હવે આ બાબતની લિંક સાઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યા સાથે જોડાયેલી હોવાનું જણાય છે. જેફ બેઝોસના અંગત ફોટા લીક થવાની ઘટનાના તપાસકારોએ દાવો કર્યો છે કે એમેઝોન ચીફનો ફોન સાઉદી અરેબિયાના અધિકારીઓએ હેક કર્યો હતો.
તપાસકાર ગાવિન ડી બેકરએ રવિવારે તેમની તપાસના નિષ્કર્ષમાં આ જણાવ્યું હતું. બેકરએ આ હેકને સાઉદી અરબના પત્રકાર જમાલ ખશોગીની હત્યા અંગે એક અખબાર દ્વારા કરવામાં આવેલા કવરેજ સાથે જોડાયેલું ગણાવ્યું છે. આ અખબારની માલિકી બેઝોસ પાસે છે. ખાશોગીની હત્યા તૂર્કીના ઈસ્તાંબુલમાં સાઉદી અરેબિયાના વાણિજ્ય એમ્બેસીમાં ગયા વર્ષે થઇ હતી.
બેકરએ એક વેબસાઇટમાં લખ્યું હતું કે, “અમારા તપાસકર્તાઓ અને ઘણા નિષ્ણાતોએ વિશ્વાસપૂર્વક નિર્ણય લીધો છે કે સાઉદી અરેબિયાએ બેઝોસનો ફોન હેક કર્યો છે અને તેની વ્યક્તિગત માહિતી પ્રાપ્ત કરી છે.” તેમણે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન તરફ નિર્દેશ કરતા જણાવ્યું કે, “તે સ્પષ્ટ છે કે એમબીએસ વોશિંગ્ટન પોસ્ટને એક મોટો દુશ્મન માને છે. ઉલ્લેખનિય છે કે સીઆઇએના બ્રીફ્રિંગ પછી, યુ.એસ. સેનેટએ ખશોગીની હત્યા માટે મોહમ્મદ બિન સલમાનને જવાબદાર ગણાવ્યા હતા.
ગયા વર્ષે, બેઝોસના મિત્ર પેટ્રિક વ્હાઇટસેલની પત્ની લોરેન સંચેઝ સાથેના સંબંધો પછી એમેઝોનના ફાઉન્ડેરે તેની પત્ની મેકેંઝી સાથે છૂટાછેડાની જાહેરાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post પત્રકાર ખશોગી હત્યા સાથે એમેઝોનના ચીફ જેફ બેઝોસ કનેક્શન, ફોનમાં સઘળું રહસ્ય appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/investigator-says-amazon-chiefs-phone-hacked-by-saudis/
via Best Gujarati News
0 Comments