ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે, ત્યારે તેઓ અમદાવાદમાં 4 કિમી લાંબો મેગા રોડ શો પૂર્ણ થઇ ગયો છે. લોકસભાની ચૂંટણી માટે અમિત શાહે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી હતી.

અમિત શાહની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અરુણ જેટલી, નીતિન ગડકરી, ઉદ્ધવ ઠાકર, પિયુષ ગોયલ, રાજનાથ સિંઘ અને રામવિલાસ પાસવાન સહિત પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ, કાર્યકરો અને લોકો સાથે અમદાવાદના ઘાટલોડિયામાં રોયલ રોડ શો કર્યો હતો.

અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ પોતાનું ભાષણ પુરું થયા બાદ રોડ શો માટે તૈયાર થયા હતા, રોડ શો બાદ અમિત શાહ ગાંધીનગરમાં વિજયમૂર્હતમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.

જનસભામાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભારત માતાની જય બોલાવીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. આજે જ્યારે હું પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યો છું ત્યારે 1982ના તે દિવસ યાદ આવી રહ્યા છે. જો મારા જીવનમાંથી બીજેપીનું નામ નીકાળી દઇએ તો કંઇ બચશે નહીં. જ્યારે પણ હું લોકોને પુછું છું કે દેશના નેતૃત્વ કોના હાથમાં હોવું જોઇએ તો અરૂણાચલથી લઇને કન્યાકુમારી સુધી એક જ અવાજ આવે છે મોદી-મોદી..

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, બુથ પર કામ કરતા કરતાં, ચૂંટણીની પરચીઓ વહેંચતા વહેંચતા આજે હું દુનિયાની સૌથી મોટી પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સુધી પહોંચ્યો છું. આ બધું તમારા લોકોના આર્શીવાદથી સંભવ થઇ શક્યું છે. મોદીજી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે તે વાત નિશ્ચિત છે, પરંતુ હું ગુજરાતની જનતાને આગ્રહ કરું છું કે ગુજરાતની તમામ 26 સીટો મોદીજીને મળે.

દેશની સામે મોટો સવાલ છે કે દેશને સુરક્ષિત કોણ રાખી શકે છે? દેશની સુરક્ષા એક જ વ્યક્તિ નરેન્દ્ર મોદી અને એક જ પાર્ટી ભારતીય જનતા પાર્ટી, એક જ સરકાર NDAની સરકાર આપી શકે છે. છેલ્લે તેમને જણાવ્યું હતું કે, હું અડવાણીજીની વિરાસતને પુરી વિનમ્રતાથી સંભાળીશ.

જનસભામાં રાજનાથ સિંહે પોતાનું ભાષણ આપીનેબધાને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. તેમને અહીં જણાવ્યું હતું કે, 2014માં સ્પષ્ટ બહુમત મેળવ્યા પછી પણ અમે સહયોગીઓની સાથે હરી મળીને સાથે સરકાર ચલાવી કારણ કે અમે સબકા સાથ મેં વિશ્વાસ રાખીએ છીએ. છેલ્લા 5 વર્ષોમાં અમારા વડાપ્રધાન ઉપર અથવા તો અમારા કોઇ પણ મંત્રી ઉપર ભ્રષ્ટાચારનો કોઇ દાગ લાગ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્રા મોદીએ છેલ્લા 5 વર્ષના કાર્યકાળમાં કરિશ્માઇ કામ કરીને વિરોધ પક્ષ સહિત તમામને ચોંકાવ્યા છે. આજે આખી દુનિયા તે વાતનો સ્વીકાર કરે છે કે ભારતનું નેતૃત્વ હાલ સશક્ત હાથોમાં છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આપણો દેશ સતત દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહજી આપણા વરિષ્ઠ અડવાણીજીના ઉત્તરાધિકાર સંભાળવા જઇ રહ્યા છે. ભારત ટોપ 3 દેશોમાં આવી જશે. વડાપ્રધાનને વિરોધીઓ ગાળો આપે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અપશબ્દો બોલે છે. રાહુલ કહે છે ચોકીદાર ચોર છે. પરંતુ અમે કહીએ છીએ ચોકીદાર ચોર નહીં પ્યોર છે. મોદીનું પીએમ બનવાનું શ્યોર છે.

જનસભામાં રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે, 2014ની ચૂંટણીમાં NDA અને બીજેપીને જેટલી સીટો મળી હતી, તેનાથી વધુ સીટો 2019ની ચૂંટણીમાં મળવાની છે. હું તો પહેલા પણ કહેતો હતો કે, 2019માં વડાપ્રધાન પદે હાલ કોઇ વેકેન્સી નથી. તમામ લોકો 2024ની તૈયારીઓ કરો. આપણા વડાપ્રધાન મોદીજી અને અમિત શાહ દિવસ રાત કામ કરે છે. આ લોકો ક્યારે ઉંઘો છે તેને કોઇને પણ ખબર પડતી નથી. હવે તમારે નિર્ણય લેવાનો છે કે, તમારે મજબૂત વડાપ્રધાન જોઇએ છે અથવા તો મજબૂર વડાપ્રધાન..

જનસભામાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પોતાના ભાષણની શરૂઆતમાં જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ઠાકરે પોતાના ભાષણની શરૂઆત મરાઠીમાંથી કરી હતી. તેમને જણાવ્યું કે, મારા અહીં આવવાથી અમુક લોકોને હેરાની થશે. અમુક લોકોને પંટમાં દુ:ખાવો પણ થઇ રહ્યો છે, પરંતુ તેનો ઇલાજ મારા અને અમિત ભાઇ પાસે છે. બીજેપી અને અમારી વિચારધારા એક છએ. આ વિચારધારાને લઇને અમેસાથે આગળ વધીશું.

અમારા અને બીજેપીની વચ્ચે અમુક મતભેદ હતા, પરંતુ અમે સાથે મળીને તેને દૂર કરી દીધા છે. પીઠમાં છરા ભોંકવો અમારા સંસ્કાર નથી. હું અહીં અમિત શાહને સપોર્ટ કરવા માટે આવ્યો છું અને સાચા મનથી આવ્યો છું.

જનસભામાં બોલતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, અમારી સરકારે ક્યારેય પણ જાતિ, ભાષા અને ઘર્મના નામે કોઇના સાથે ભેદભાવ નથી કર્યો. જે કામ 50 વર્ષોમાં નથી થઇ શક્યું તે અમારી સરકારમાં મોદીજીએ માત્ર 5 વર્ષોમાં કરી બતાવ્યું છે. અમારી પાર્ટીમાં વિકાસ જ હંમેશાં મુખ્ય એજન્ડો રહ્યો છે અને આગળ પણ રહેશે. મને પુરો ભરોસો છે કે આ ચૂંટણીમાં NDAની જીત થશે અને ગાંધીનગરથી જીતીને અમિત શાહ પણ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપશે.

જનસભામાં બોલતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે કહ્યું કે, તમે લોકો ખુશનસીબ છે કે દેશના વડાપ્રધાન અને પાર્ટી અધ્યક્ષ બન્ને તમારા રાજ્યના છે. 2014ના લોકસભાની ચૂંટણીમાં મોદીજી પછી કોઇ સ્ટાર કેંપેનર રહ્યા હોય તો તે અમિત શાહ છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંગ બાદલે મંચ પર નિવેદન આપતા કહ્યું કે, ‘અમિત શાહ માણસ નહીં પરંતુ સંસ્થા છે, તેમનું જીવન અમારા માટે લાઇટ હાઉસ છે. તેઓ સૌથી મોટા આયોજક છે. અમિત શાહજી એક જીમીન સાથે જોડાયેલા નેતા છે. આજે જે ચૂંટણી થઇ રહી છે તેનો મુદ્દો શું છે કે દેશનાં વડાપ્રધાન નક્કી કરવાનું છે.’ 

અમિત શાહ પોતાના પરિવાર સાથે ઘરની બહાર આવ્યાં હતાં. તેમની સાથે તેમની પત્ની, દીકરો, પૂત્રવધૂ અને પૌત્રી દેખાયા હતાં. અમિત શાહે તેમની લાડકી પૌત્રીને વ્હાલ પણ કર્યું હતું.

ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્યાંજલી અર્પિત કરી હતી. ત્યારબાદ તેઓ સભા સ્થળે બનાવેલા મંચ પર પહોંચ્યા હતા. ત્યાં તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા, લોકો અને દિગ્ગજ નેતાઓનો જમાવડો દેખાઇ રહ્યો છે.

અમદાવાદ એરપોર્ટ પર ઉદ્ધવ ઠાકરે પહોંચી ગયા છે. ત્યારબાદ પિયુષ ગોયલ પણ અમદાવાર એરપોર્ટ પર પહોંચી ગયા છે. શાહના રોડ શોમાં એનડીએના દિગ્ગજ નેતાઓ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, પિયુષ ગોયલ, રામવિલાસ પાસવાન જેવા નેતાઓ પહોંચી ગયા છે, સાથે કેબીનેટ મંત્રી નીતીન ગડકરી, પ્રકાશસિંહ બાદલ પણ અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે, અને હાલ અમિત શાહના રોડ શોમાં પહોંચી ગયા છે. 

અમિત શાહની ઉમેદવારી ભાજપી કાર્યકર્તાઓ માટે પ્રસંગની જેમ બની રહ્યો છે. અમદાવાદમાં મોટી સંખ્યામા કાર્યકર્તાઓનું શક્તિ પ્રદર્શન દેખાઇ રહ્યું છે. અમદાવાદ નારણપુરાથી ઘાટલોડિયાના રસ્તાઓ પર બનાવેલા સ્ટેજ પરથી ઠેર ઠેર ગરબા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

રાજ્યના CM વિજય રૂપાણી પણ ત્યાં પહોંચી ગયા છે. અને તેમને હાર્દિકને લઇને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમને હાર્દિક પટેલને લઇને જણાવ્યું છે કે, અમે ઇચ્છતા હતા કે હાર્દિક ચૂંટણી લડે, કારણ કે તેની હાર નિશ્ચિત હતી. પરંતુ હાઇકોર્ટે તેને ફટકો આપ્યો છે. હાર્દિકે સમાજનો વિશ્વાસ તોડ્યો છે. તેને સમાજ સાથે ગદ્દારી કરી ભાજપને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું છે.

ભાજપના કાર્યકર્તાઓ પક્ષના ધ્વજ સાથે રસ્તા પર નીકળ્યા છે. ઢોલ નગારા વગાડવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા પતીકા શ્રમ અને અમદાવાદથી ગાંધીનગર તરફ જતા માર્ગો ઉપર ભાજપના ઝંડાઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના ફોટાઓ લગાવવામાં આવ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પહેલીવાર શુક્રવારે રાતે અમદાવાદ આવ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરોએ એરપોર્ટ ઉપર ગુલાબની પાંદડીઓ વરસાવીને સ્વાગત કર્યુ હતુ. ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા અમિત શાહ અમદાવાદમાં મેગા રોડ-શો યોજીને મતદારો, સર્મથકોનું અભિવાદન ઝીલશે.

ત્રણ કલાકના રોડ શોમાં ગૃહમંત્રી રાજેન્દ્રસિંહ, શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે, અકાલીદળના પ્રકાશસિંહ બાદલ સહિતના એનડીએ ઘટકપક્ષોના રાષ્ટ્રીય નેતાઓ સહિત રાજ્યનું મંત્રીમંડળ, ભાજપના હોદ્દેદારો જોડાશે. અમદાવાદના રોડ-શોથી અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવા ગાંધીનગર જશે. જ્યાં ભાજપના કાર્યકરો માનવસાંકળ રચી સ્વાગત કરશે. ગાંધીનગર કલેક્ટર કચેરી પાસેનો વિસ્તાર પ્રતિબંધિત હોવાથી અમિત શાહ ગણતરીના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જશે.

રોડ શોને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો શુક્રવારે રોડ શો યોજાનાર છે. ચૂંટણીનું ફોર્મ ભરવા જતાં અગાઉ સરદાર પટેલ બાવલાથી પાટીદાર ચોક ઘાટલોડીયા વિસ્તાર સુધીનો રેલીનો રૂટ છે. એક લાખ લોકો રેલીમાં હાજર રહે તેવી શક્યતાને પગલે જેસીપી સેક્ટર-૧ની નિગરાનીમાં ૩ ડીસીપી, ૮ એસીપી, ૨૦ પીઆઈ, ૧૩૦ પીએસઆઈ, ૨૨૦૦ પોલીસ જવાનો બહારના તેમજ લોકલ થઈને કુલ ૨૫૦૦ જવાનો તહેનાત રહેશે.

શુક્રવારે સાંજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નિરીક્ષણમાં પોલીસે સમગ્ર રૂટનું રિર્હસલ કર્યું હતું. ગાંધીનગર ખાતે પણ ઘ-૭ થી કલેક્ટર ઓફીસ સુધી ૩૫૦ જવાનોનો કાફલો તહેનાત રહેશે. રેલીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હાજર રહેવાના હોવાથી ભાજપના પદાધીકારીઓ, મંત્રીઓ, હોદ્દદોરો કાર્યકરો હાજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post અમદાવાદમાં શાહે રોડ શો યોજ્યા બાદ ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવી, અનેક નેતાઓ હાજર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/amit-shah-to-ahmedabad-roadshow-live-file-nomination-from-gandhinagar/
via Best Gujarati News

0 Comments