બિહારમાં મહાગઠબંધનની ગૂંચ ઊકલી, રાજદ- કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત
। પટના ।
લોકસભ ચૂંટણીને ધ્યાનમાં રાખી બિહારમાં મહાગઠબંધન માટે માથાનો દુઃખાવો બની ગયો હતો, હવે તે ગૂંચ ઉકેલાઇ ગઇ છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી બેઠકો અંગે ચિત્ર સ્પષ્ટ થયું છે. તેમણે કહ્યું કે, આ ગઠબંધન અતુટ છે. એ સત્ય જુઠાણાની લડાઇ છે. આ સમજુતિ મુજબ રાજદ ૧૯, કોંગ્રેસ ૯, રાલોસપા ૫, હમ- વીઆઇપી ૩-૩ અને રાજદની બેઠકોમાંથી સીપીઆઇ-એમએલને એક બેઠકની ફાળવણી થઇ છે.
તેજસ્વી યાદવે કહ્યું કે આ વખતની લડાઇ બંધારણ બચાવવાની છે, તેથી જે ગઠબંધન થયુ છે, તે જનતાના દિલનું ગઠબંધન છે. તેમણે કહ્યું કે અમે બે તબક્કામાં ઉમેદવારોની જાહેરાત પહેલાં કરી દીધી હતી. દરભંગા, રાજદના ખાતામાં આવી છે, તો સુપૌલ બેઠક કોંગ્રેસને અપાઇ છે. આરાની બેઠક સીપીઆઇ એમએલ માટે છોડાઇ છે. તેજપ્રતાપના બગાવતા અંગે પૂછતાં તેમણે કહ્યું કે પક્ષમાં દરેક નેતાનું સુચન અને મંતવ્ય આપવાનો અધિકાર છે. આ દરમ્યાન કોંગ્રેસે પણ બિહારથી કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બિહારના સાસારામ બેઠક પરથી લોકસભાના પૂર્વ સ્પિકર મીરા કુમાર ફરી એક વખત ઉમેદવાર બનાવાયા છે.
રાજદ ક્યાંથી લડશે ?
રાષ્ટ્રીય જનતા દળને નવાદા, ભાગલપુર, બાંકા, મધેપુરા, દરભંગા, વૈશાલી, ગોપાલગંજ, સીવાન, મહારાગંજ , સારણ, હાજીપુર, બેગૂસરાય, પાટલિપુત્ર, બક્સર, જહાનાબાદ, ઝંઝારપુર, અરરિયા, સીતામઢી અને શિવહરનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post બિહારમાં મહાગઠબંધનની ગૂંચ ઊકલી, રાજદ- કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/bihar-mahagathban-goo/
via Best Gujarati News
0 Comments