૨૦૧૯ની ચૂંટણીમાં મારી સામે ટકી શકે તેવું કોઈ નથી : મોદી
। નવી દિલ્હી ।
ભાજપના લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યાના એક દિવસ બાદ શુક્રવારે એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં ભાજપના જીતવાની તકો, વિપક્ષના મોરચાનો ઉદ્દભવ, પરિવારવાદી રાજકારણ સહિતના રાફેલથી બેરોજગારી સુધીના મુદ્દાઓ પર જવાબ આપ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જનતાએ મોદીને સૌથી વધુ બેઠકો આપવાનો નિર્ણય લઈ લીધો છે તેથી ચૂટણીનું પરિણામ નિશ્ચિત છે. આ વખતે એનડીએની ૩૦૦થી વધુ બેઠકો ધરાવતી સરકાર બનવાની છે. ૨૦૧૯ની ચૂંટણીમાં મારી સામે કોઈ ટકી શકે તેવી સંભાવના નથી. ૨૦૨૪માં મોદીની સામે કોઈપણ મેદાનમાં હોઈ શકે છે. તે સમયે જોઈ લઈશું. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વિપક્ષો મહાગઠબંધનની વાતો કરી રહ્યાં છે પરંતુ ઓરિસ્સા, કેરળ અને બંગાળમાં તેમની વચ્ચે સમજૂતી થઈ ખરી? દેશની જનતાએ અમને બહુમતી આપવાનો નિર્ણય કરી લીધો છે તો અમને સરકાર બનાવતાં કોણ અટકાવી શકશે? દેશે સંપૂર્ણ બહુમતી સાથે એનડીએ સરકાર રચવાનો નિર્ણય લીધો છે અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
મિશન શક્તિ
મિશન શક્તિની સફળતા સાથે ભારત સુપરસ્પેસ લીગમાં જોડાઈ ગયો છે. આ કોઈ પૂર્વનિયોજિત પગલું નહોતું. ઘણા વર્ષોના અથાક પ્રયાસો પછી પરીક્ષણ સફળ થયું ત્યારે અમે તેની જાહેરાત કરી હતી.
શાસન
ભારતીય નાગરિકોના અમારા પરના વિશ્વાસના કારણે અમે છેલ્લા પાંચ વર્ષમાં સફળ શાસન આપી શક્યાં છીએ. ૨૦૧૪માં મતદારોએ અમને સંપૂર્ણ બહુમતી આપી જે જનતાની મંજૂરી દર્શાવે છે. હું રાજનીતિ સમજુ છું ત્યાં સુધી લોકો સમજી ચૂક્યા છે કે મોદી તેમના માટે બધુ કરી શકશે.
બાલાકોટ એર સ્ટ્રાઇક
ભારતના જવાનો પર જોખમ હોય ત્યારે હું સતત તે મામલા સાથે જોડાયેલો રહું છું. ભારતીય જવાનોના પક્ષે તો કંઈ કહેવાપણું જ નથી પરંતુ હું પણ સતત ઊંઘી શક્યો નહોતો અને તમામ ઘટનાક્રમથી વાકેફ હતો. કોઈ મારા દેશ પ્રત્યેના પ્રેમ પર સવાલ ઉઠાવી શકે નહીં.
પાકિસ્તાન અને આતંકવાદ
પાકિસ્તાન હંમેશાં આશ્વાસન આપતો રહે છે કે તે આતંકવાદ સામે પગલાં લેશે પરંતુ તેણે ભાગ્યે જ કોઈ પ્રયાસ કર્યા છે. તેથી મેં પાકિસ્તાનના આશ્વાસનો પર પ્રત્યાઘાત આપવાનું જ બંધ કરી દીધું છે. હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાન આતંકવાદની ચુંગાલમાંથી બહાર નીકળે.
મૈં ભી ચોકીદાર
મૈં ભી ચોકીદાર અભિયાન પર પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ચોકીદાર શબ્દને લાગે વળગે છે ત્યાં સુધી મેં ૨૦૧૧-૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ મેં આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. મહાત્મા ગાંધી પણ તેમના સમયગાળામાં ચોકીદારના ગુણો ધરાવતા હતા. દેશની સુરક્ષા અને સંરક્ષણ સુનિશ્ચિત કરવા હું મનથી ચોકીદાર છું.
૨૫૦ જોડી કપડાં
૨૫૦ જોડી કપડાંના વિપક્ષી આરોપ પર પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હું વિપક્ષના ખોટા આરોપો સ્વીકારી લેવા પણ તૈયાર છું. મેં સાંભળ્યું છે કે, કોંગ્રેસના નેતાઓ અને તેમના સગાંએ રૂપિયા ૨૫૦ કરોડની કમાણી કરી છે. તેથી હવે જનતા પસંદ કરશે કે તેમને ૨૫૦ જોડી કપડાં ધરાવતો નતા જોઈએ છે કે રૂપિયા ૨૫૦ કરોડ ખાઈ જનાર નેતા જોઈએ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ૨૦૧૯ની ચૂંટણીમાં મારી સામે ટકી શકે તેવું કોઈ નથી : મોદી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/in-the-2019-election-my-party/
via Best Gujarati News
0 Comments