રાહુલ ગાંધીએ કર્યો મોટો ખુલાસો કે આ આઇડિયા તો મને નરેન્દ્ર મોદીએ આપ્યો
ગરીબોના 72000 રૂપિયા દર વર્ષે આપવાનો આઇડિયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી મળ્યો હતો. આ અંગેનો ખુલાસો ખુદ રાહુલ ગાંધીએ કર્યો. તેમણે કહ્યું કે ન્યૂનયમ આવક ગેરંટી યોજના (ન્યાય)નો ખ્યાલ તેમણે પીએમ મોદીના ’15 લાખ’ ભાષણથી આવ્યું હતું, જે તેમણે 2014ની લોકસભા ચૂંટણીના સમયે આપ્યું હતું.
હરિયાણાના યમુનાનગરમાં થયેલી રેલી દરમ્યાન કોંગ્રેસ ચીફ બોલ્યા મેં પીએમનું ભાષણ સાંભળ્યું હતું. જેમાં તેમણે દરેક ભારતીયને 15 લાખ રૂપિયા ખાતામાં આપવાનું વચન આપ્યું હતું. તેમણે બે થી ત્રણ વખત કહ્યું હતું…15 લાખ…મેં વિચાર્યું હતું કે તેઓ સાચું બોલી રહ્યા છે. આ આઇડિયા બિલકુલ ઠીક છે કે રકમ ગરીબ લોકોના ખાતામાં જવી જોઇએ. મેં ત્યાંથી આ આઇડિયા લઇ લીધો.
કોંગ્રેસ અધ્યક્ષે આગળ એમ પણ કહ્યું કે ન્યાય યોજના એટલી શક્તિશાળી છેકે તેને નરેન્દ્ર મોદીને હચમચાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે રાહુલે આ સપ્તાહની શરૂઆતમાં એલાન કર્યું હતું કે જો અમારી સરકાર સત્તામાં આવશે તો ન્યાય યોજના લાગૂ કરશે, તેનાથી દેશના 20 ટકા સૌથી ગરીબ પરિવારોને લાભ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post રાહુલ ગાંધીએ કર્યો મોટો ખુલાસો કે આ આઇડિયા તો મને નરેન્દ્ર મોદીએ આપ્યો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/minimum-income-guarantee-plan-idea-by-narendra-modi-rahul-gandhi/
via Best Gujarati News
0 Comments