લોકસભા ચૂંટણી 2019માં વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) રિસિપ્ટથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સાથે મેળ કરવાના મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું હતું કે, ઇવીએમ વીવીપીએટી ચિઠ્ઠીઓ સાથે મેળ 50 ટકા વધારવાની માંગણીને માની લીધી છે. જેના પગલે ચૂંટણીના પરિણામો આવવામાં 5 દિવસ વધારે લાગી શકે છે. ચૂંટણી પંચની જાહેરા પ્રમાણે સાત ફેઝમાં વોટિંગ બાદ સામાન્ય ચૂંટણીનું પરિણામ 23 મેના દિવસે આવવાનું છે.

ચૂંટણી પંચનું કહેવું છે કે, હાલ ઓટોમેટિક રૂપથી રિસિપ્ટના મેળની પદ્ધતિ ઉપલબ્ધિ નથી. ચૂંટમી પંચે કહ્યું કે હાલ કોઇ મિકેનિકલ સિસ્ટમ નથી કારણ કે વીવીપેટમાંથી નીકળેલ સ્લિપ પર કોઇ બારકોડ લાગેલો હોતો નથી એવામાં લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેની જગ્યાએ 28મી મેના રોજ તો વિધાનસભા ચૂંટણીના પરિણામ 30 કે 31 પહેલાં આવી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે, વીવીપીએટી રિસિપ્ટને ઇવીએમ મશીનોની સાથે સરખાવવાની માંગને લઇને વિપક્ષ આશરે 21 નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. વિપક્ષની માંગ હતી કે એક ચૂંટણી વિસ્તારમાં ઓછામાં ઓછા 50 ટકા વીવપીએટી સિરિપની સરખામણી કરવામાં આવે. જેના પગલે ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતામાં કોઇ અડચણ ન આવી શકે.

આપને જણાવી દઇએ કે વિપક્ષી નેતાઓની તરફથી સિનિયર વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ અરજી કરી હતી. તેમણે કહ્યું હતું કે આમ કરવાથી ચૂંટણી પરિણામની જાહેરાતમાં વધુમાં વધુ ત્રણ ચાર કલાક મોડું થશે પરંતુ ચૂંટણી પ્રક્રિયા પર લોકોનો વિશ્વાસ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post તમે લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ 23મી મેના રોજની જોતા હો તો ભૂલી જજો, કારણ કે… appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/50-vvpat-verification-will-delay-lok-sabha-election-results-by-six-days-eci-tells-sc/
via Best Gujarati News

0 Comments