થેન્કસ કોંગ્રેસ, અમારો માથાનો દુ:ખાવો હવે તમારી પાસે : અરૂણ જેટલી
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બાગી સાંસદ શત્રુઘ્ન સિન્હા લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના ખેમામાં જવાને લઇ કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી એ કટાક્ષ કર્યો છે. તેમણે અભિનેતામાંથી રાજનેતા બનેલા શૉટગનને પાર્ટી માટે માથાનો દુ:ખાવો ગણાવ્યો છે અને કોંગ્રેસે તેને સ્વીકારવા માટે શુક્રિયા છે.
ફેસબુક બ્લોગ દ્વારા નાણાંમંત્રીએ કહ્યું કે ભાજપના જાણીતા કેટલાંક પૂર્વ ચહેરાઓને કોંગ્રેસે ગિફ્ટ તરીકે સ્વીકારી લીધા છે. અમે કોંગ્રેસનો તેના માટે આભાર માનીએ છીએ, કારણ કે અમારા માટે તેઓ માથાનો દુ:ખાવો બની ચૂકયા છે. ગુડ લક.
ગઠબંધનને લઇ કોંગ્રેસને ઘેરતા જેટલીએ ગઠબંધનને રાજકીય સર્કસ ગણાવ્યું. મહાગઠબંધન પહેલાં જ ફેલ થઇ ચૂકયું છે, કારણ કે ત્રીજા તબક્કાના નામાંકનની તારીખ નજીક આવી રહી છે. ત્યાં કોઇ ગઠબંધન નથી. મહાગઠબંધનને એકલું રહેવા દો. ગઠબંધન પાસે ના તો કોઇ નેતા, ના કોઇ યોજના. આ લોકોના વિચાર પણ મળતા નથી. જ્યારે મુખ્ય કારણ સ્થિરતાની અછત પણ છે.
નાણાંમંત્રીના મતે ગઠબંધનના દરેક નેતા પોતાની ઊંચાઇ ઇચ્છે છે. એ લોકોને લાગે છે કે તેઓ અરાજક સ્થિતિમાં સત્તા પ્રાપ્ત કરી શકે છે. આગળ તેમણે આ લિસ્ટ ટ્વિટ કરતાં લખ્યું કે આ વિભિન્ન સંસદીય ક્ષેત્રોની માહિતી છે, જે દર્શાવે છે કે કોંગ્રેસ ગઠબંધન માટે યોગ્ય ભાગીદાર નથી. જુઓ રાજ્યવાર માહિતી.
વાત એમ છે કે બિહારના પટનાસાહિબથી ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હા લાંબા સમયથી પાર્ટીથી નારાજ છે. રસ્તાથી લઇ સોશિયલ મીડિયા સુધી કેટલીય વખત પોતાની પાર્ટી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નીતિઓને લઇ આકરી ટીકા કરી ચૂકયા છે. કહેવાય છે કે તેઓ 6 એપ્રિલના રોજ કોંગ્રેસમાં સામેલ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post થેન્કસ કોંગ્રેસ, અમારો માથાનો દુ:ખાવો હવે તમારી પાસે : અરૂણ જેટલી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/jaitley-wishes-luck-to-congress-on-accepting-shatrughan-sinha-our-problem-is-now-yours/
via Best Gujarati News

0 Comments