। શ્રીનગર ।

જમ્મુ એન્ડ કાશ્મીરનાં બડગામ જિલ્લાનાં સુત્સૂ ગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેનાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. અધિકારીઓનાં જણાવ્યા મુજબ આ અથડામણમાં પાંચ જવાનોને ઈજા થઈ છે. મોડી સાંજ સુધી એન્કાઉન્ટર ચાલુ રહ્યું હતું. જવાનોએ ગામમાં જે ઘરને ઘેરી લીધું છે તેમાં ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા હતી જેમાંથી બે આતંકીઓને ઠાર કરાયા હોવાનાં અહેવાલોને પુષ્ટિ મળી હતી. પોલીસ દ્વારા ત્રીજા આતંકીને ઠાર કરવા માટે એન્કાઉન્ટર ચાલુ રાખવામાં આવ્યું હતું. બીજી તરફ શુક્રવારે સવારે પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામ ભંગ કરીને પૂંચ જિલ્લામાં એલઓસી ખાતે સરહદનાં ગામોમાં ભારે તોપમારો કરાયો હતો અને આડેધડ ફાયરિંગ કરાયું હતું.

ઠાર કરાયેલો એક આતંકી વિદેશી

ઠાર કરવામાં આવેલા બે આતંકી પૈકી એક આતંકી વિદેશી હોવાનું જાણવા મળે છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી અમેરિકાની બનાવટની M-૪ સ્નાઈપર રાઈફલ મળી આવી હતી. આવી રાઈફલ અગાઉ મસૂદ અઝહરનાં ભત્રીજાનાં એન્કાઉન્ટર પછી મળી આવી હતી. આ એન્કાઉન્ટર ૨૦૧૮માં ત્રાલમાં કરાયું હતું.

છેલ્લા ૩ મહિનામાં ૬૦ આતંકીઓ ઠાર 

છેલ્લા ૩ મહિનામાં સુરક્ષાદળો દ્વારા ૬૦ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ જૈશ-એ-મોહમ્મદનાં ૨૨ આતંકી છે. આ ઉપરાંત હિઝબુલનાં ૧૫ અને લશ્કર એ તોયબાનાં ૧૪ આતંકીઓને ઠાર કરાયા હતા. છેલ્લા એક વર્ષમાં ૨૫૦થી વધુ આતંકીઓને ઠાર કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post કાશ્મીરનાં બડગામમાં એન્કાઉન્ટરમાં ૨ આતંકી ઠાર : પાંચ જવાન ઘવાયા appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/kashmir-badgam-ank/
via Best Gujarati News

0 Comments