રાયતા ભારત પાર્ટી, અન્જાન આદમી પાર્ટીના નામ સાંભળ્યા છે?
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું નામ તો સૌ કોઈએ સાંભળ્યું જ હશે પણ શું તમે અન્જાન આદમી પાર્ટી, રાઇટ ટુ રિકોલ પાર્ટી કે પછી સબસે અચ્છી પાર્ટી જેવાં નામ સાંભળ્યાં છે? લોકસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે રાજકીય પાર્ટીઓનો લેટેસ્ટ ડેટા જાહેર કર્યો છે જેના મુજબ હાલમાં દેશમાં કુલ ૨,૨૯૩ પાર્ટીઓ છે. એમાં સાત રાષ્ટ્રીય અને ૫૯ રાજ્ય સ્તરીય પાર્ટીઓનો સમાવેશ છે. ભારતમાં કોઈ પણ વ્યક્તિ રાજકીય પાર્ટી બનાવી શકે છે. અજબગજબ નામ ધરાવતી પાર્ટીઓમાં અન્જાન આદમી પાર્ટી, સબસે અચ્છી પાર્ટી, સબસે બડી પાર્ટી, આપકી અપની પાર્ટી, ઈન્ડિયન લવર્સ પાર્ટી, ગરીબ આદમી પાર્ટી, તુમ્હારી-મેરી પાર્ટી, ઓલ પેન્શનર્સ પાર્ટી, રાયતા ભારત પાર્ટી, અપની જિંદગી અપના દલ, પિરામિડ પાર્ટી ઓફ ઈન્ડિયા, લેમેન પાર્ટી, વોટર્સ ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી, દેવતા દલ, ગરીબ બેરોજગાર વિકાસ પાર્ટી, રાષ્ટ્રીય સાફ નીતિ પાર્ટી, અપના કિસાન પાર્ટી, ભારતીય મહાપરિવાર પાર્ટી, બહુજન હસરત પાર્ટી, મજદૂર કિરાયેદાર વિકાસ પાર્ટી, સ્વચ્છ સ્વસ્થ સ્વાવલંબી જન પાર્ટી જેવી પાર્ટીઓનો સમાવેશ છે.
સબસે અચ્છી પાર્ટી આ પાર્ટીએ ગયા જૂન મહિનામાં ઇસ્લામિક ડેમોક્રેટિક પાર્ટીના નામે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પણ એ નામ ર્ધાિમક જણાતાં ચૂંટણી પંચે રિજસ્ટર કર્યું નહોતું, આથી નામ બદલીને સબસે અચ્છી પાર્ટી રાખવામાં આવ્યું હતું. આ પાર્ટી ઉત્તર પ્રદેશના ૪૦ જિલ્લાઓમાં તેની ઓફિસો ધરાવે છે.
બે મહિનામાં ૧૪૯ પાર્ટીનું રજિસ્ટ્રેશન
લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ૧૪૯ રાજકીય પાર્ટીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ૨૦૧૮માં MP, રાજસ્થાન, તેલંગણા, છત્તીસગઢ અને મિઝોરમની ચૂંટણી પહેલાં નવેમ્બર-ડિસેમ્બરમાં પણ ૫૮ નવા પક્ષોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
રાઇટ ટુ રિકોલ પાર્ટી
આ વખતે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં અજબ નામ ધરાવતી પાર્ટીઓના ઉમેદવારો જોવા મળી રહ્યા છે. ખાનગી કંપનીમાં કામ કરતો ૪૨ વર્ષનો રાકેશ સુરી રાઇટ ટુ રિકોલ પાર્ટી તરફથી મેદાનમાં છે. આ પાર્ટીનું રજિસ્ટ્રેશન એક મહિના પહેલાં થયું છે અને ૧૧ બેઠકો પર આ પાર્ટી ઉમેદવારો ઊભા રાખશે. ગાઝિયાબાદમાં આ સિવાય સુભાષવાદી ભારતીય સમાજવાદી પાર્ટી (એસબીએસપી), સબસે અચ્છી પાર્ટી અને આપકી અપની પાર્ટી-પીપલ્સના ઉમેદવારો પણ મેદાનમાં છે. એસબીએસપી પાર્ટીનું રજિસ્ટ્રેશન ફેબ્રુઆરીમાં થયું હતું અને એ ઉત્તર પ્રદેશમાં ૧૦ સાથે ૧૬ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post રાયતા ભારત પાર્ટી, અન્જાન આદમી પાર્ટીના નામ સાંભળ્યા છે? appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/rayata-bharat-party-anjaan/
via Best Gujarati News
0 Comments