વાહનધારકોને રાહત : થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારો નહીં
। બેંગલુરૂ ।
૨૦૨૦ના નાણાકીય વર્ષ માટે બાઇક્સ, કાર અને કોમર્શિયલ વાહનો માટે થર્ડ પાર્ટી ઇન્સ્યુરન્સ પ્રિમિયમમાં કોઇ વધારો કરવામાં નહીં આવશે, એમ ઇન્સ્યુરન્સ રેગ્યૂલેટરે ગુરૂવારે જણાવ્યું હતું. રેગ્યૂલેટર દ્વારા છેલ્લાં એક દાયકાથી દર વર્ષે એપ્રિલમાં થર્ડ પાર્ટી ઇન્સ્યુરન્સ પ્રિમીયમમાં૧૦થી૪૦ ટકાનો વધારો કરવામાં આવે છે.
ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ)એ આ વર્ષે ટીપી મોટર ઇન્સ્યોરન્સમાં કોઇ વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. રેગ્યૂલેટરે માત્ર થર્ડ પાર્ટી મોટર કવર માટેના દર નક્કી કર્યા છે અને નુકસાની તથા પર્સનલ એક્સીડન્ટ માટે ખુદને દર નક્કી કરવા જણાવ્યું છે. વર્તમાન વર્ષે ઇન્સ્યુરન્સના દરમાં ૨૦થી૩૦ ટકા વધારાની ધારણા હતી. આથી રેગ્યૂલેટરનો નિર્ણય ગ્રાહકો માટે એક આવકારદાયક પગલા તરીકે આવી પડયો છે. આઇઆરડીએઆઇએ ગુરૂવારે જણાવ્યું હતું કે ૨૦૧૮ના પહેલી એપ્રિલે મોટર થર્ડ પાર્ટીના નિર્ધારિત પ્રિમીયમ દર આગળ ઉપર જણાવાય નહીં ત્યાં સુધી ચાલુ રહેશે. હાલમાં મોપેડ, સ્કૂટર અને ૭૫૫ સીસીથી ઓછી એન્જિંન ક્ષમતા સહિતના ટુ વ્હિલર્સ માટે હાલનો રૂ.૪૨૭નો દર ચાલુ રહેશે. ૭૫-૧૫૦ સીસી વચ્ચેની એન્જિન ક્ષમતા સહિતના સ્કૂટર અને મોટરબાઇકનું પ્રીમિયમ રૂ. ૭૨૦ અને હાઇ પાવર બાઇક માટેનું પ્રીમિયમ રૂ.૯૮૫ ચાલુ રહેશે. નાની કાર ધરાવતા માલિકોએ અગાઉની રૂ.૧૮૫૦ની રકમ ભરવાની રહેશે અને સેદાન (૧૦૦૦-૧૫૦૦ સીસી) અને એસયુવી (૧૫૦૦ સીસીથી વઘારે) માટે ગયા વર્ષે અનુક્રમે જે દર રૂ.૨૮૬૩ અને રૂ.૭૮૯૦ હતા તે જ ભરવાના રહેશે. ઓટો રિક્ષા અને ઇ-રિક્ષા માટેના દર અનુક્રમે રૂ.૨૫૯૫ અને રૂ.૧૬૮૫ રહેશે. ટેક્સી માલિકોએ વાર્ષિક રૂ.૫૪૩૭ ભરવાના રહેશે જ્યારે એન્ટ્રી લેવલ સેદાને વાર્ષિક રૂ.૭૧૪૭ ભરવાના રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post વાહનધારકોને રાહત : થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારો નહીં appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/vehicle-relief-third-pa/
via Best Gujarati News
0 Comments