નવી દિલ્હી :

લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની ૧૨મી યાદી બહાર પાડી છે. આ યાદીમાં ૧૧ ઉમેદવારોના નામ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકના ત્રણ ત્રણ ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે જમ્મુ કાશ્મીર અને મહારાષ્ટ્રમાં એક એક ઉમેદવારોને ટિકિટ આપી છે.  મધ્યપ્રદેશમાં ભાજપે બાલાઘાટથી ઢાલ સિંહ બિસેન, રાજગઢથી રોડમલ નાગર અને ખરગોન ( એસસી )થી ગજેન્દ્ર પટેલને ટિકિટ આપી છે. આ બેઠકોમાં બાલાઘાટ અને ખરગૌનથી વર્તમાન સાંસદોની ટિકિટકાપી નંખાઇ છે. ભાજપે આ પહેલાં મધ્યપ્રદેશની ૧૪ બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી, જેમાં પાંચ વર્તમાન સાંસદોની ટિકિટકાપી નાંખી હતી. મતલબ કે મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં ૧૭ બેઠકોમાંથી ૭ વર્તમાન સાંસદોની ટિકિટ ભાજપે કાપી નાંખી છે. ટિકિટ કપાતા ભાજપમાં વિરોધના સૂર પણ શરૂ થઇ ગયા છે અને કેટલાય નેતાઓ કોંગ્રેસમાં જતા રહે એવા હેવાલ પણ આવવા શરૂ થયા છે.  મહારાષ્ટ્રની માધા બેઠક પરથી ભાજપ રણ્જિતસિંહ નાયક નિંબાલકરને ટિકિટ ફાળવી છે. રણજીત સિંહ કેટલાક સમય પહેલાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે. તેઓ સિતારા વિસ્તારના કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ હતા. એ ઉપરાંત રાજસ્થાનના ચુરુથી રાહુલ કાસવાન, અલવરથી બાલક નાથ અને બાંસવાડાથી કનકમલ કટારાને ટિકિટ અપાઇ છે. તેમાંથી બાંસવાડાના વર્તમાન સાંસદ માનશંકરની ટિકિટ કપાઇ છે.  કર્ણાટકના રાયચુરથી રાજા અમરેશ નાયકને ટિકિટ અપાઇ છે. કોપ્પલથી સંગના કરાડી અને ચિક્કોડીથી અન્ના સાહેબ જોલેને ટિકિટઅપાઇ છે. જમ્મુ કાશ્મીરના લદ્દાખથી જામયાંગ ટી નામગ્યાલને ટિકિટ મળી છે.

૨૦ જ મિનિટમાં કોંગ્રેસમાં જોડાયેલા ભાજપના સાંસદ અશોક દોહરેને ટિકિટ ફાળવાઇ !

ભાજપે સાંસદ અશોક દોહરેને હાંસિયામાં ધકેલી દેતાં તેમણે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં સામેલ થઇ જવાની જાહેરાત કરાઇ હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ બપોરે ૧.૪૦ કલાકે ટ્વિટ કરી દોહરે કોંગ્રેસમાં સામેલ થવાની જાહેરાત કરી હતી અને ૨ વાગ્યે બહાર પડાયેલી પક્ષની યાદીમાં તેમને ઇટાવાથી ટિકિટઆપવાની જાહેરાત પણ થઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી ૭ સાંસદોને ઘરે બેસાડયા appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/mid-region-now-su/
via Best Gujarati News

0 Comments