કોંગ્રેસમાં સામેલ થયેલી ઊર્મિલાને મુંબઈ નોર્થ બેઠકની ટિકિટ અપાઈ
મુંબઈ :
મહારાષ્ટ્રની મુંબઈ ઉત્તર લોકસભા સીટ પરથી કોંગ્રેસે ઊર્મિલા માતોંડકરને ઉમેદવાર જાહેર કરી છે. હજુ બે દિવસ પહેલાં જ ઊર્મિલા કોંગ્રેસમાં સામેલ થઈ હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે મોદી સરકારમાં અસહિષ્ણુતા વધી છે. ભાજપનો ગઢ મનાતી આ બેઠક પરથી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઇક પાંચ વખત સાંસદ રહ્યા છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપના ગોપાલ શેટ્ટી જીત્યા હતા. એ સંજોગોમાં સવાલ એ છે કે શું ઊર્મિલા માતોંડકર ભાજપના ગઢમાં કોંગ્રેસને જીતાડી શકશે ? કેટલાક દિવસ પહેલાં જ ઊર્મિલા માતોંડકર કોંગ્રેસમાં સામેલ થઈ હતી. એ બાદથી અટકળ શરૂ થઈ ગઈ હતી કે તેને કોંગ્રેસ મુંબઈ ઉત્તરની સીટ પરથી ચૂંટણી જંગમાં ઉતારી શકે છે. આ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ફિલ્મ સ્ટાર ગોવિંદા ૨૦૦૪માં ભાજપના રામ નાઇકને હરાવી સાંસદ બન્યો હતો. એ બાદ ગોવિંદા રાજનીતિમાંથી બહાર નીકળી ગયો હતો. ૨૦૦૯માં એ બેઠક પરથી કોંગ્રેસના સંજય નિરુપમ સાંસદ બન્યા, ૨૦૧૪માં ભાજપના ગોપાલ શેટ્ટીએ કોંગ્રેસના સંજય નિરુપમને લગભગ સાડા ચાર લાખ મતોથી હરાવ્યા હતા.
પાર્ટી કહશે તો બે બેઠકો પરથી ચૂંટણી લડવા તૈયાર : રાહુલ
કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની સંભાવનાનો ઈનકાર ન કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટી કહશે તો બે બેઠકો પરથી ચૂંટણી લડવા તૈયાર છું. ભૂતકાળમા પાર્ટીના ઘણા નેતાઓ બે બેઠકો પર ચૂંટણી લડી ચૂક્યા છે અને આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામા આવશે અને પાર્ટીનો નિર્ણય માથે ચડાવીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post કોંગ્રેસમાં સામેલ થયેલી ઊર્મિલાને મુંબઈ નોર્થ બેઠકની ટિકિટ અપાઈ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/congress-involved-in/
via Best Gujarati News
0 Comments