। ફૈઝાબાદ ।

યુપીના ચૂંટણી જંગને ફતેહ કરવા નીકળેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ફૈઝાબાદથી અયોધ્યા સુધી ૪૭ કિમીનો પ્રિયંકાનો રોડ શો કર્યો હતો ત્યાર બાદ એક જનસભાને સંબોધિત કરી હતી. અયોધ્યામાં મોદી સરકારને જોરદાર ચાબખા માર્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે વડા પ્રધાન ૫ વર્ષ સુધી દુનિયાભરના નેતાઓને ભેટયા હતા પરંતુ પોતાના લોકોની પાસે આવવાની ક્યારેય પણ તસદી લીધી નથી. મોદી વારાણસીના લોકોને ક્યારેય પણ મળ્યા નથી.

વારાણસીમાં વિકાસ થયો છે કે નહીં તેની મેં જાતે તપાસ કરી છે પરંતુ મને તો ક્યાંય વિકાસ દેખાયો નથી.વારાણસીમા મને કહેવામાં આવ્યું કે એરપોર્ટ સુધી ખાલી એક રસ્તો બન્યો છે અને તે પણ ૧૫ કિલોમીટરનો. આ રસ્તો પણ કોંગ્રેસ સરકારના રાજમાં પાસ કરવામા આવ્યો હતો અને તે પણ ૧૫૦ કિલોમીટરનો. ફક્ત ચીની લાઈટ લગાડીને વિકાસ દેખાડવામાં આવ્યો છે. કોંગ્રેસ ભાજપ જેવી જુમલાબાજી કરતી નથી.  આ ઉપરાંત પ્રિયંકા ગાંધી અયોધ્યાના કુમારગંજમાં મહિલાઓ સાથે ચોપાલ લગાવીને તેમની સમસ્યાઓ સાંભળી હતી.

વારણસીમા ફક્ત દેખાવ પૂરતો વિકાસ

પ્રિયંકાએ કહ્યું કે મહિલાઓ કહે છે તે તેમને બીક લાગે છે. વારા।ણસી ગઈ તો ત્યાંના લોકોને પૂછયુ કે વિકાસ થયો છે તો ત્યાંના લોકોએ કહ્યું કે ખાલી દેખાવ પૂરતો વિકાસ થયો છે. પાંચ વર્ષના કાર્યકાળમાં પીએમ મોદી એક પણ વાર વારાણસી ગયા નથી. પ્રિયંકાએ જણાવ્યું કે શું તમે એક પણ વાર મોદીને વારાણસીના લોકોના ગળે ભેટતા જોયા છે. પીએમ તેમના વાયદાઓ પર જવાબ આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ફક્ત ચીની લાઇટ લગાડીને વિકાસ દેખાડવામાં આવ્યો છે : પ્રિયંકા ગાંધી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/simply-china-light-rolling-vs/
via Best Gujarati News

0 Comments