કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જો તેમની સરકાર આવી તો 25 કરોડ ગરીબોના ખાતામાં દર વર્ષે 72,000 રૂપિયા જમા કરાવવાના વચન બાદ વધુ એક મોટી જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જો તેઓ સત્તામાં આવ્યા તો નીતિ આયોગનો અંત આણવામાં આવશે.

તેમને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, જો તેઓ ચૂંટણી બાદ સત્તામાં આવશે તો નીતિ આયોગને વિખેરી નાખવામાં આવશે. આ આયોગે સરકારનું માર્કેટિંગ પ્રેઝંટેશન બનાવવા અને આંકડાની હેરાફેરી કરવા સિવાય કોઈ જ કામ કર્યું નથી.

અગાઉ રાહુલ ગાંધીની ન્યાય યોજના બાદ નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે આ યોજનાના વિરોધમાં નિવેદન આપ્યું હતું. રાજીવ કુમારે કહ્યું હતું કે, જો આવી જોઈ સ્કીમ લાવવામાં આવી તો તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર અત્યંત ગંભીર અસર પડશે. રાજીવ કુમારના આ નિવેદન બાદ કોંગ્રેસ નેતાએ તેમની ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

હવે કોંગ્રેસ અધ્યક્ષે ચૂંટણી વચનમાં આખા નીતિ આયોગનું જ ફિંડલુ વાળી દેવાનું કહ્યું છે. સાથે જ તેમણે નીતિ આયોગ પર કેન્દ્ર સરકારનું માર્કેટિંગ કરવાનો અને ખોટા આંકડા રજુ કરવાનો ગંભીર પ્રકારનો આરોપ લગાવ્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે – સત્તામાં પાછા ફરવા પર નીતિ આયોગના સ્થાને અત્યંત માઈક્રો પ્લાનિંગ કમિશનને લાવવામાં આવશે. આ આયોગના સભ્ય દેશના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ અને જાણકારો હશે. આ અયોગમાં 100 લોકો કરતા પણ ઓછો સ્ટાફ રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post રાહુલ ગાંધીનું વધુ એક મોટું ચૂંટણી વચન, સત્તામાં આવીશું તો નીતિ આયોગનું ફિંડલું વાળી દે’શું appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/if-voted-to-power-we-will-scrap-the-niti-aayog-rahul-gandhi/
via Best Gujarati News

0 Comments