જૈશ-એ-મહોમ્મદના પત્ર દ્વારા ઈસરોના વૈજ્ઞાનિકને આ કારણે મળી મારી નાખવાની ધમકી
તિરુવનંતપુરમ : ઈન્ડીયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)ના પુર્વ ચેયરપર્સન જી માધવન નાયરને જાનથી મારી નાખવાની ધમકી ભર્યો પત્ર મળતા કેરળ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નાયરને જૈશ-એ-મહોમ્મદ આતંકી સંગઠનના નામે એક પત્ર દ્વારા મારી નાખવાની ધમકી મળી છે.
પત્રમાં ઈસરો વૈજ્ઞાનિકને ચેતવવામાં આવ્યા છે કે, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી નું સમર્થન કરવાનું બંધ કરે નહીં તો તેઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવશે.
માહીતી આપનાર અધિકારીઓએ નામ ન આપવાની શર્તે શુક્રવારે જણાવ્યું કે, નાયરને આ ધમકી બે દિવસ પહેલા પત્ર દ્વારા આપવામાં આવી હતી. પત્રને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે, અને હવે રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસે આ મામલે ફરીયાદ પહેલા જ દાખલ કરી લીધી છે. કેરળ પોલીસની ઘણી બધી ટીમો જુદા જુદા એંન્ગલથી આ કેસમાં તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, 75 વર્ષના નાયર 2009માં ઈસરોના અવકાશી ગ્રહણ પછી રાજધાનીની એક કોલોનીમાં રહે છે. તેઓ પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા વિશિષ્ટ સન્માનથી નવાજાયેલા છે. ગયા વર્ષે GSLV ના ક્રોયોનિક ઈંજનના વિકાસ અને ડીઝાઈનમાં મહત્વપુર્ણ ભુમિકા ભજવી હતી. મહત્વનું છે કે, નાયર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post જૈશ-એ-મહોમ્મદના પત્ર દ્વારા ઈસરોના વૈજ્ઞાનિકને આ કારણે મળી મારી નાખવાની ધમકી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/isro-scientist-in-jais-e-mohammeds-name-threatened-to-get-killed-by-letter/
via Best Gujarati News

0 Comments