‘ચોકીદાર ચોર નહીં હૈ, પ્યોર હૈ, દોબારા પ્રધાનમંત્રી બનના શ્યોર હૈ’: રાજનાથ સિંહ
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ઉમેદાવારી ફોર્મ ભરવામાં ગુજરાત પહોંચેલા રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાંધ્યું હતું. તેમને કહ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરે છે અને કહે છે કે ચોકીદાર ચોર છે, પરંતુ હું તેમને કહેવા માંગું છું કે, ‘ચોકીદાર ચોર નહીં હૈ, પ્યોર હૈ, દોબારા પ્રધાનમંત્રી બનતા શ્યોર હૈ’
બાલાકોટ એરસ્ટ્રાઇક પર બોલતા રાજનાથ સિંહે કહ્યું કે, આજે એરસ્ટ્રાઇકને લઇને રાજનીતિ કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાનને તેનો શ્રેય કેમ લેવો જોઇએ. હું કોંગ્રેસને કહેવા માંગું છું કે, યાદ કરો 1971નું યુદ્ધ.. અમારા નેતા અટલ બિહારી બાજપેયીજીને તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરી હતી. આજે જ્યારે અમે પુલવામાનો બદલો લીધો તો અમારા વડાપ્રધાનનો જય જયકાર કેમ ના થવો જોઇએ.
મોદી સરકારની ઉપલબ્ધિઓને ગણાવતા ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે દેશ-વિદેશનો કોઇ નાગરિક એવું નથી કહેતો કે વડાપ્રધાન કે કોઇ મંત્રી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હોય. પીએમ મોદીની આગેવાનીમાં દેશનો વિકાસ થઇ રહ્યો છે. ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થઇ છે.
રાજનાથ સિંહે કહ્યું કે, ન તો હું ગુજરાતનો મતદાર છું, ન તો અમિત શાહનો પ્રસ્તાવક છું અને ન તો તેમનો સમર્થક છું, પરંતુ મેં આ અવસરે હાજર રહેવાનો નિર્ણય કર્યો હતો. 2014માં આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત કોઇ ગેરકોંગ્રેસી સરકારને સ્પષ્ટ બહુમત મળ્યું હતું. ત્યારબાદ અમે પોતાના સહયોગી પક્ષોની સાથે મળીને સરકાર બનાવી છે.
અમિત શાહની પ્રશંસા કરતા રાજનાથ સિંહે કહ્યું કે, આ સીટથી અમારી પાર્ટીના સીનિયર નેતા લાલ કૃષ્ણ અડવાણી ચૂંટણી લડતા રહ્યા છે, તેમને લાંબા સમય સુધી આ સીટથી પ્રતિનિધિત્વ કર્યું છે. તેમનો ઉત્તરાધિકાર સંભાળવા અમિત શાહ જઇ રહ્યા છે. હું આશ્વસ્ત છું કે, ગાંધીનગરની જનતા પોતાનો પુરો સહયોગ અને સમર્થન આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ‘ચોકીદાર ચોર નહીં હૈ, પ્યોર હૈ, દોબારા પ્રધાનમંત્રી બનના શ્યોર હૈ’: રાજનાથ સિંહ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/lok-sabha-elections-rajnath-singh-at-amit-shah-nomination-rally/
via Best Gujarati News
0 Comments