શિવસેનાના ઉદ્ધવ ઠાકરે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મેગા રેલીમાં ભાગ લેવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પોતાના ભાષણની શરૂઆતમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમના પર આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા હતા. ઠાકરે પોતાના ભાષણની શરૂઆત મરાઠીમાંથી કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ઘણાને આશ્ચર્ય થયું કે હું અહી કેવી રીતે પહોંચ્યો. કેટલાકને આનંદ થયો. કેટલાકના પેટમાં દર્દ થયું. જેમના પેટમાં દર્દ થયું, તેનો ઈલાજ તમારી પાસે છે, અમિતભાઈ પાસે છે. હું અમિતભાઈને શુભેચ્છા આપવા માંગુ છે. ઉદ્ધવ ઠાકરે કબલ્યું હતું કે, અમારા અને બીજેપીની વચ્ચે અમુક મતભેદ હતા, પરંતુ અમે સાથે મળીને તેને દૂર કરી દીધા છે.

કેટલાક ખુશી મનાવી રહ્યા હતા, કે બે વિચારધારાવાળી પાર્ટી સામસામે લડી રહી છે. પણ, અમિતભાઈ મારા ઘરે આવ્યા. વાતચીત થઈ. હવે ન તો મનમુટાવ છે, ન તો મનભિન્નતા. જે પણ વિવાદ છે અમે તેને પૂરા કર્યાં છે. શિવસેના હોય કે ભાજપ, અમારી વિચારધારા એક છે અને તે છે હિન્દુત્વ…

ઉદ્ધવ ઠાકરે પિતાને યાદ કરતા જણાવ્યું કે, મારા પિતા હંમેશાં કહેતા કે હિન્દુત્વ અમારો શ્વાસ, તેના વગર અમે કેવી રીતે જીવી શકીએ. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, વિપક્ષે અબતક 56 કર્યું. પણ દિલ મળે કે ન મળે હાથ મળાવવા જોઈએ. અમારું દિલ મળ્યું છે. આખી રાજનીતિનો વિચાર કરીએ, તો અમે બે પાર્ટી વગર કોઈ સાથે આવવા તૈયાર ન હતું. સામે કઈ ન હતું. અમે અછૂત હતું. અને હવે દિલ્હી પર ભગવો લહેરાયો. અમારા વિચારો એક છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, હું વિપક્ષને પુછું છું કે, તમારામાંથી કોણ પીએમ બનશે. અમે ખુરશીના લાલચી નથી. હું વિપક્ષને આહ્વાન આપુ છું કે, તમારી રેલી કરો, અને એક થઈને સૂત્રોચ્ચાર કરો. વિપક્ષમાં કેટલાય લોકો ઈચ્છે છે કે વડાપ્રધાન કોણ બને. પહેલેથી જ ખેંચતાણ શરૂ થઈ ગયું. તેથી જ હું કહું છું કે, હું આવ્યો છું કે, જે પણ કરવું છે તે દિલ ખોલીને કરીએ. અમે ક્યારેય પાછળથી છૂરો નથી ભોંક્યો. પીઠમાં છરા ભોંકવો અમારા સંસ્કાર નથી. હું અહીં અમિત શાહને સપોર્ટ કરવા માટે આવ્યો છું અને સાચા મનથી આવ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ‘કેટલાકના પેટમાં દર્દ થયું, જેમના પેટમાં દર્દ થયું તેનો ઈલાજ મારી અને અમિતભાઇ પાસે છે’: ઠાકરે appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/lok-sabha-elections-shivsena-uddhav-thackeray-at-amit-shah-nomination-rally/
via Best Gujarati News

0 Comments