ભારતીય રાજનીતિમાં આધુનિક ચાણક્ય કહેવાતા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે ગુજરાતના ગાંધીનગર લોકસભા સીટ પરથી ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યા છે. ભગવા પાર્ટીનો ગઢ મનાતી ગાંધીનગરમાં એનડીએમાં સામેલ સહયોગી પક્ષોના નેતાઓની સાથે અમિત શાહ ચાર કિલોમીટર લાંબો રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. શાહે ઉમેદવારી ફોર્મ ભરવા માટે કેમ શુભ મૂહર્ત જ પસંદ કર્યું છે, તો અમે તમને જણાવીએ કે, 12.39 વિજય મૂહૂર્ત કહેવાય છે, અને વિજય મૂહર્ત બપોરે 12.39 પર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.

રોડ શો પહેલા કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમને જણાવ્યું કે, 1982માં હું અહીંથી બૂથ કાર્યકર્તાના રૂપમાં નારણપુરા વિસ્તારમાં પોસ્ટરો અને ચૂંટણીની કાપલીઓ વહેંચતો હતો અને આજે પાર્ટી અધ્યક્ષ છું. આજે મારી પાસે જે પણ કંઇ છે, તે બીજેપીની દેન છે. આજે ચૂંટણી માત્ર તે વાત પર લડવામાં આવશે કે દેશનું નેતૃત્વ કોણ કરશે. દેશના ખૂણે ખૂણામાંથી મોદી મોદીનો અવાજ ઉઠી રહ્યો છે.

અમિત શાહનો આ રોડ શો અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી સવારે સરદાર પટેલની પ્રતિમાને પુષ્યાંજલી અર્પીને શરૂ થયો હતો. આ રોડ શો લગભગ 4 કિલોમીટર લાંબો છે અને ઘાટલોડિયા વિસ્તારમાં પાટીદાર ચોક પર પુરો થશે. શાહના રોડ શોમાં શિરોમણી અકાલી દળના નેતા પ્રકાશસિંહ બાદલ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ ભાગ લઇ રહ્યા છે. તેના સિવાય કેન્દ્રિય મંત્રી રાજનાથ સિંહ અને નિતિન ગડકરી પણ રોડ શોમાં સામેલ છે.

રોડ શો બાદ અમિત શાહ ગાંધીનગર લોકસભાની સીટ માટે ઉમેદવારી ફોર્મ ભરશે. પાટીદાર ચોકથી અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પોતાની કારથી ગાંધીનગર જશે. તમને જણાવી દઇએ કે, ગુજરાતથી રાજ્યસભા માટે પસંદગી કરાયેલા શાહને બીજેપી આ વખતે લાલકૃષ્ણ અડવાણીના સ્થાન પર ગાંધીનગર લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. શાહ ફોર્મ ભરશે ત્યારે રાજ્યમાં પાર્ટીને મજબૂત કરનાર અડવાણી હાજર રહેશે નહીં. અડવાણી અત્યાર સુધી આ સીટ પરથી 6 વખત ચૂંટણી લડ્યા છે અને જીત્યા પણ છે. ગુજરાતની તમામ 26 સીટો પર મતદાન 23 એપ્રિલે થશે. જ્યારે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post અમદાવાદમાં અમિત શાહે ઉમેદવારી નોંધાવવા માટે કેમ આ જ સમય પસંદ કર્યો? appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/amit-shah-will-file-nomination-in-vijay-muhurat-from-gandhinagar/
via Best Gujarati News

0 Comments