અકસ્માત સ્થળે પહોંચ્યા કુંવરજી બાવળીયા અને પોલીસની બેદરકારી જોઇ કર્યું કંઇક આવું
રાણપુર ધંધુકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત આજે સવારે 10.30 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. અકસ્માત સર્જાયાના 2 કલાક સુધી પોલીસે સ્થળ પર પહોંચવાની તસ્દી લીધી ન હતી. જેના કારણે સ્થાનિકોમાં આક્રોસ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
રાણપુર-ધંધુકા વચ્ચે ડમ્પરની અડફેટે એકનું યુવકનું મોત નીપજ્યુ છે. અકસ્માતના બે કલાક થવા છતાં પોલીસ અકસ્માત સ્થળે પહોંચી ન હતી. જેથી સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો હતો પરંતુ અકસ્માત સ્થળેથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઇની ગાડી ત્યાંથી નીકળી હતી. અને સ્થાનિકોને જોઇ તેમને પોતાની ગાડી થોભાવી દીધી હતી. અને સમગ્ર ઘટના જોયા બાદ તેમણે કંટ્રોલ રૂમ અને પોલીસમાં ફોન કર્યો હતો અને પોલીસની બેદરકારી જોઇ તેમનો ઉધડો પણ લીધો હતો.
ઉલ્લેખનિય છે કે, કુંવરજી બાવળીયા પોતાના ગરમ સ્વભાવ માટે પ્રખ્યાત છે અને જો કોઇ વ્યક્તિ કે અધિકારી પોતાના કામમાં બેદરકારી દાખવે તો તેઓ તેમને તતડાવવામાં પણ પાછળ જોતા નથી. આમ જનતા વચ્ચે પહોંચેલા કુંવરજી બાવળીયાએ પોલીસને જાહેરમાં તતડાવી હતી.
આ પણ જુઓ: રામવિલાસ પાસવાનનું જાહેરસભામાં સંબોધન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post અકસ્માત સ્થળે પહોંચ્યા કુંવરજી બાવળીયા અને પોલીસની બેદરકારી જોઇ કર્યું કંઇક આવું appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ranpur-dhandhuka-highway-road-accident-one-man-dead/
via Best Gujarati News

0 Comments