બંદૂક અને શિક્ષણને શું લેવાદેવા? સ્કૂલ પ્રિન્સીપાલની ઓફીસમાં લટકાવામા આવી ભરેલી બંદૂક
માંગરોળ સી.બી.એસી.સ્કુલમાં નવો વિવાદ ઉદ્ભવ્યો છે. પ્રિન્સીપાલની ઓફીસમા ગન(બંદૂક) ટીંગાડવામા આવી છે જેણે વિવાદના મદપૂડાને છંછેડ્યો છે. લોકોમાં જાણવા માટે કૂતુહલ છે કે, શિક્ષણને આ બંદૂક સાથે શું લેવા દેવા છે.
શાળાને મા સરસ્વતીનું મંદિર માનવામાં આવે છે. રાજ્યના કેટલાક પ્રખ્યાત અને મોટા મંદિરોમાં સુરક્ષાની જરૂરત પડતી હોય છે જેવું કે સોમનાથ મહાદેવ અને બનાસકાંઠાના અંબાજી ખાતે સુરક્ષાના ભાગરુપે ભરી બંદૂકે જવાનો તૈનાત હોય છે. પરંતુ માંગરોળની શાળામાં બંદૂક દેખાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
માંગરોળની શારદાગ્રામ સી.બી.એસ.સી શાળામાં બંદૂકનો જોટો દેખાતા વિદ્યાર્થીના વાલીઓમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સ્કુલમાં બંદૂક શા માટે રાખી? કોઈને ડરાવવા માટે રાખી? શાળામા હથીયારની શું જરુર? કે અન્ય કોઇ કારણ તેવા અનેક સવાલો ઉભા થયા છે.
ત્યાં જ બીજી બાજુ હાલમાં લોકસભા ચુંટણીના કારણે આચારસંહિતા લાગુ થતાં લાયસન્સવાળા તમામ હથીયારો સરકારી કચેરીઓમાં જમા કરાવી દેવામાં આવ્યા છે ત્યારે આ બંદૂકના લાયસન્સના પણ સવાલો ઉભા થયા છે જેથી આ બાબતે તપાસ થાય તો સત્ય બહાર આવી શકે છે.
આ પણ જુઓ: જમ્મુ કાશ્મીરના બનિહાલમાં સંદિગ્ધ બ્લાસ્ટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post બંદૂક અને શિક્ષણને શું લેવાદેવા? સ્કૂલ પ્રિન્સીપાલની ઓફીસમાં લટકાવામા આવી ભરેલી બંદૂક appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/a-gun-full-of-hanging-in-the-school-principals-office/
via Best Gujarati News
0 Comments