જૂનાગઢથી પુંજાભાઇ વંશને લોકસભાની ટિકિટ અપાતા કોંગ્રેસમાં ઉકળતો ચરૂં
જૂનાગઢ લોકસભા બેઠક કબ્જે કરવા માટે કોંગ્રેસે ફરીથી કોળી ઉમેદવાર અને ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ ભીમાભાઇ વંશને ટીકીટ આપી છે. જૂનાગઢ જિલ્લામાં ઉના, કોડીનાર, તાલાલા વિસ્તારમાં સૌથી વધુ કોળી મતદારોનું પ્રભુત્વ છે. અને પુંજા વંશ સતત છ ટર્મથી ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હોય પાર્ટીએ તેમને ભાજપ સામે ફરી એક વખત મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ લોકસભાના કોંગી ઉમેદવાર પુંજા વંશ સામે સોમનાથ વિધાનસભાના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની માંગ છે કે, હાઇકમાન્ડ દ્વારા ઉમેદવારને બદલવામાં આવે.
આ દરમિયાન પુંજાભાઇ વંશ દ્વારા આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું કે, પાર્ટી હાઈકમાન્ડે બધાને વિશ્વાસમાં લઇને જ નિર્ણય લીધો છે. જો વિમલ ચુડાસમાને વિરોધ હોય તો તેમને પાર્ટીની વાત પાર્ટીના ફોરમ પર કરવી જોઈએ મીડિયાના માધ્યમથી નહીં. ત્યાં જ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાન બારડે સાફ જણાવી દીધું કે લોકસભાના ઉમેદવાર પુંજાભાઈ વંશના નામમાં કોઈ ફેરફાર કરવામાં આવે નહી.
વર્ષ 1990માં પ્રથમ વખત જનતાદળમાંથી કોંગ્રેસના જ ઝાલા ઉકાભાઇ સામે જીતીને ધારાસભ્ય બનેલા પુંજા વંશ રાજનીતિમાં પગ મુક્યો હતો. જો કે બાદમાં કોંગ્રેસ સાથે જોડાઈને આજ સુધીમાં કુલ છ ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. ઉના વિધાનસભા બેઠકમાં એકમાત્ર 2007 માં તેમને હારનો સામનો કરવો પડયો હતો. તે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મજબૂત ચહેરા અને કોળી મતદારોનું પ્રતિનિધિત્વ ગણાતા ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં કુલ મતદારોમાંથી અઢી લાખ મતદારો કોળી જ્ઞાતિના હોય અને બીજા નંબરે પટેલ અને ત્રીજા નંબરે મુસ્લીમ મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે. જેને લઈને કોંગ્રેસે કોળી ઉમેદવારની પસંદગી કરી છે. ગત લોકસભા 2014ની ચૂંટણીમાં કોંગ્રેસે પુંજા વંશને ટિકિટ આપી હતી, ત્યારે તે ભાજપના રાજેશ ચુડાસમા સામે 1,35,832 મતે હારી ગયા હતા.
આ પણ જુઓ: અરૂણ જેટલીએ ગુજરાતની 26 બેઠક જીતવાનો કર્યો દાવો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post જૂનાગઢથી પુંજાભાઇ વંશને લોકસભાની ટિકિટ અપાતા કોંગ્રેસમાં ઉકળતો ચરૂં appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/opposition-in-junagadh-district-giving-congress-ticket-to-punjabhai-vansh/
via Best Gujarati News
0 Comments