અમદાવાદમાં ટ્રાફીક જવાનને એક્ટીવા ચાલકે ગડદાપાટુનો મારમાર્યો
હું તને જોઈ લઈશ, તને અંહીયા નોકરી કરવાની ભારે કરી દઈશે તેવી ચિમકી આપી ટ્રાફીક જવાનને ગોળલીમડા ચાર રસ્તા પાસે એક્ટીવા ચાલકે ગડદાપાટુનો માર માર્યો હતો. બેફામ અપશબ્દો બોલતો આ શખ્સ ટ્રાફીક જવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. શુક્રવારે બપોરે 12.15 વાગ્યે બનેલી આ ઘટના અંગે ખાડીયા પોલીસે રાત્રે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં રહેતાં હિતેન્દ્રકુમાર રમેશદાન ગઢવી (ઉં,24) શહેર પોલીસ દળમાં એક વર્ષથી લોકરક્ષક જવાન તરીકે ફરજ બજાવે છે. તેઓ છેલ્લા ચાર માસથી ટ્રાફિક ઈ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં છે. ગોળલીમડા ચાર રસ્તા પાસે ફરજ બજાવી રહ્યા હતા. બપોરે 12.15 વાગ્યે સ્ટોપ લાઈનનો ભંગ કરનાર એક્ટિવા ચાલકને ટ્રાફીક બ્રિગેડ ગૌતમભાઈએ તેણે રોકવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ અપશબ્દો બોલવાનું શરૃ કર્યું હતું.
આરોપીનું વાહન સાઈડમાં કરાવી હિતેન્દ્રકુમારે તેની પાસે લાઈસંસ માંગ્યું હતું. લાઈસંસ નહી બતાવું થાય તે કરી લો તેમ કહી આરોપી બેફામ અપશબ્દો બોલવા લાગ્યો હતો.હિતેન્દ્રકુમાર પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી આરોપી ફરાર થઈ ગયો હતો. આ અંગે ઈર્મજન્સી એમ્બ્યુલન્સ બોલાવી હિતેન્દ્રકુમારને વીએસ હોસ્પિટલ લઈ જવાયા હતા. સારવાર લીધા બાદ તેઓએ એક્ટીવા ચાલક વિરૃદ્ધ ફરિયાદ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post અમદાવાદમાં ટ્રાફીક જવાનને એક્ટીવા ચાલકે ગડદાપાટુનો મારમાર્યો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/in-ahmedabad-a-traffic-jawan-was-attacked-by-activa-driver/
via Best Gujarati News
0 Comments