ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે, ત્યારે તેઓ અમદાવાદમાં 4 કિમી લાંબો મેગા રોડ શો પૂર્ણ કર્યો હતો. લોકસભાની ચૂંટણી માટે અમિત શાહે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી દીધી છે.

અમિત શાહની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અરુણ જેટલી, નીતિન ગડકરી, ઉદ્ધવ ઠાકર, પિયુષ ગોયલ, રાજનાથ સિંઘ અને રામવિલાસ પાસવાન સહિત પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ, કાર્યકરો અને લોકો સાથે અમદાવાદના ઘાટલોડિયામાં રોયલ રોડ શો કર્યો હતો.

અમિત શાહની મિલકતના આંકડા જાહેર

અમિત શાહે પોતાના ઉમેદવારી ફોર્મમાં આપેલ માહિતી અનુસાર, રૂ.3 કરોડ 85 લાખની સ્વોપાર્જિત જંગમ મિલકત છે. રૂ.10 કરોડ 38 લાખની વારસાગત જંગમ મિલકત છે. રૂ.35 લાખના દાગીના, રૂ.18 લાખ રોકડ દર્શાવ્યા છે. ત્યાં જ તેમની સ્થાવર મિલકતની અંદાજિત બજાર કિંમત રૂ.12.24 કરોડ છે. સ્થાવર મિલકતની ખરીદી રૂ.2.84 કરોડ છે.

જનસભામાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભારત માતાની જય બોલાવીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. આજે જ્યારે હું પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યો છું ત્યારે 1982ના તે દિવસ યાદ આવી રહ્યા છે. જો મારા જીવનમાંથી બીજેપીનું નામ નીકાળી દઇએ તો કંઇ બચશે નહીં. જ્યારે પણ હું લોકોને પુછું છું કે દેશના નેતૃત્વ કોના હાથમાં હોવું જોઇએ તો અરૂણાચલથી લઇને કન્યાકુમારી સુધી એક જ અવાજ આવે છે મોદી-મોદી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ભાજપ અધ્યક્ષ અમિત શાહની મિલકતનો આંકડો જાહેર, જાણો કેટલી છે સંપત્તિ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/bjp-declares-amit-shahs-property-status/
via Best Gujarati News

0 Comments