ચુંટણીની ફરજમાંથી મુક્તિ મેળવવા માંગતા કર્મચારીઓ માટે જુનાગઢના નાયબ જિલ્લા ચુંટણી અધિકારીએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ઓફીસમાં ભારતીય જવાનોના ફોટા અને ચુંટણીની કામગીરીના ફોટો લગાવી કઈ કામગીરી અઘરી છે તેનું આત્મમંથન કરવાના બેનર લગાવ્યા છે.

જુનાગઢ જિલ્લા ચુંટણી તંત્ર લોકસભાની સામાન્ય અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં લાગી ગયું છે. ત્યારે આ કામગીરી પૂર્ણ કરવા માટે વિવિધ શાખાના સરકારી કર્મચારીઓને ચુંટણી માટેની જવાબદારી સોંપવામાં આવે છે. પરંતુ કેટલાક સરકારી કર્મચારીઓ આ જવાબદારીમાંથી છૂટવા માટે અનેક બહાના આગળ ધરી ચુંટણીની ફરજ મુક્તિ માટે અરજીઓ કરતા હોય છે.

આવા લોકોને સબક મળે અને ચુંટણી ફરજએ રાષ્ટ્રીય ફરજ છે તેમ સમજે તે માટે જુનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિવિધ બેનરો લગાવાયા છે. જેમાં ભારતીય જવાનોની કામગીરી અને ચુંટણીની કામગીરીના ફોટો છે. ઉપરાંત લખાણ પણ લખવામાં આવ્યું છે કે, કઈ ફરજ સૌથી અઘરી છે તે માટે આત્મમંથન કરો અને પછી ચૂંટણી મુક્તિ માટે અરજી કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ચૂંટણીની ફરજમાંથી મુક્તી માંગતા લોકોને અધિકારીએ દેખાડી જવાનોની તસવીર અને પછી… appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/official-image-of-the-people-who-want-freedom-from-election-duty/
via Best Gujarati News

0 Comments