સ્વાસ્થ્ય સલાહ : શુભાંગી ગૌર

બદામ એ ધરતી ઉપર સૌથી પહેલાં ઉગાડવામાં આવેલાં ખાદ્ય પદાર્થમાંથી એક છે. બુદ્ધી બદામ ખાવા કરતાં ઠોકર ખાવાથી વધારે આવતી હોય છે. હવે આ વાત મોબાઇલ અને સોશીયલ મિડિયા દ્વારા ઠેર ઠેર બધાંને ખબર પડી ગઇ હશે. તો બદામ ખાવથી શું લાભ થાય? વેલ, બદામ ખાવાથી શરીરના સ્વાસ્થ્યને ઘણો લાભ થઇ શકે તેમ છે. બદામ ખાધેલી કદી એળે નથી જતી. ચાલ જાણી લઇએ બદામ ખાવાથી આપણું સ્વસ્થ્ય કઇ રીતે સારું રહેશે, અને બદામ આપણેને શેમા ઉપયોગી થશે.

બદામ કેમ ખાવી?  

બદામમાં આપણાં શરીરના વિકાસ માટે જરૂરી તમામ પોષકતત્વો મળી જાય છે. અન્ય સુકામેવાની તુલનામાં બદામમાં સૌથી વધારે પોષકતત્વો મળે છે. બદામમાં કેલ્શીયમ, ફોસ્ફરસ, આયરન અને મેગ્નેશીયમનો સૌથી વધુ સ્ત્રોત જોવા મળે છે. એટલું જ નહી બદામમાં ઝિંક, સેલેનિયમ, કોપર અને નિયાસીન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સીવાય બદામમાં વિટામીન ઇ પણ હોય છે, વિટામીન ઇ હાર્ટને રોગથી દુર રાખવાનું કાર્ય કરે છે. બદામમાં રહેલાં મોનો સેચ્યુરેટેડ ફેટી એસીડ હાર્ટ એટેકનો ભય ૬૦ ટકા જેટલો ઓછો કરી શકવાની ક્ષમતા ધરાવે છે, જો તમે તેનું રેગ્યુલર સેવન કરો તો. તેથી જ હાર્ટ માટે બદામ ઘણી જ ગુણકારી છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ બદામ વરદાનરૂપ સાબીત થાય છે. બદામમાં ફોલીક એસીડની પણ ઘણી માત્રા હોય છે, જે ગર્ભમાં ઉછરી રહેલાં શીશુના વિકાસ માટે ઉપયોગી સાબીત થાય છે.

બદામમાં ફાઇબરની માત્રા પણ ઘણી હોય છે જેથી તેના નિયમીત સેવનથી તમને કબજીયાતની તકલીફથી પણ છુટકારો મળે છે. કબજીયાતની તકલીફ લાંબા ગાળાથી સતાવતી હોય કે અવારનવાર આ તકલીફ થઇ જતી હોય તો તમને કબજીયાતમાંથી બદામ ચોક્કસ બચાવી સકશે. બદામ ખાવાથી બાળકોની બુદ્ધીનો વિકાસ પણ ઝડપી થાય છે, તેથી બાળકોને પણ તે અવશ્ય ખવડાવવી જોઇએ. તેમાં કેલ્શયમ પણ ઘણાં પ્રમાણમાં મળે છે. તેમજ તેમા કેંસરરોધી ગુણ પણ મળે છે, જેથી રોજીંદા જીવનમાં બદામનું સેવન કરતાં રહો તો તમે ઘણી તકલીફમાંથી બચી શકો છો, અને તે તમને ઘણીરીતે મદદરૂપ પણ થઇ શકે છે.

બદામની કઇ રીતે ખાવી  

આમ તો લોકો સૂકામેવામાં ઇચ્છા થાય તે સમયે બદામના દાણા ખાઇ લેતાં હોય છે. અલબત્ત તેમા કોઇ ખરાબી નથી પણ બદામ ખાવાની શ્રેષ્ઠ રીત તેને આખી રાત પાણીમાં પલાળીને બીજે દિવસે ખાવાની છે. જો તમે આ રીતે ખાશો તો બદામ તમારા શરીર માટે બમણી ગુણકારી સાબીત થશે. તેને પલાળીને ખાવાના બે કારણો છે, તેના પોષક તત્વો બમણા થઇ જાય છે, તેમજ પલાળેલી બદામ પચવામાં પણ ભારે નથી પડતી.

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post બદામ પલાળીને ખાવાથી વધુ લાભ થાય? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/almond-soaking-eating-more-l/
via Best Gujarati News

0 Comments