શતાબ્દી ટ્રેનમાં પણ ‘મેં ભી ચૌકીદાર’ કપમાં ચા, વિવાદનો મધપુડો છંછેડાયો
2019ની લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાથી લઈને હવે ચોકીદાર પર આવીને અટવાયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર છે’નો નારો આપ્યો હતો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતો પ્રહાર કરતા ‘મેં ભી ચૌકીદાર’નો નારો બુલંદ બનાવ્યો હતો. પણ હવે આ નારો ચાના કપ પર લખવામાં આવતા વિવાદ ઉભો થયો છે. રેલવેમાં ચાના કપ પર ‘મેં ભી ચૌકીદાર’ના નારાથી વિવાદનો મધપુડો છંછેડાયો છે.
કાઠગોદામ શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરોને ‘મેં ભી ચૌકીદાર’ લખેલા કપ આપવામાં આવ્યા હતાં. એક વ્યક્તિએ તેની ફરિયાદ કરી હતીએ. ત્યાર બાદ રેલવે એ આ કપ પરત લઈ લીધા હતાં. જોકે ચૂંટણી પંચ આ મામલે મૌન છે. પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચૂંટણી પંચનું કહેવું છે કે, આ કપને કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી. આ સંકલ્પ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા કપ છે.
બીજી બાજુ રેલવેએ આ મામલે કાર્યવાહી કરી છે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે, ઘટના સામે આવતા જ કપને તુરંત જ હટાવી લેવામાં આવ્યા હતાં. કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સુપરવાઈઝર વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
ટિકિટો પર વડાપ્રધાનના ફોટને લઈને નોટિસ
આ અગાઉ ચૂંટણી પંચે વિમાન અને ટ્રેન ટિકિટો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોને લઈને રેલવે અને ઉડ્ડયન મંત્રાલય તરફથી નોટિસ આપવામાં આવી હતી. 27 માર્ચના રોજ જાહેર કરવામાં આવેલી આ નોટિસમાં ચૂંટણી પંચે કડક શબ્દોમાં કહ્યું છે કે, આખરે કેમ આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો રેલવે અને એર ઈન્ડિયાની ટિકિટો પરથી કેમ ના હટાવવામાં આવ્યો? બંને મંત્રાલતોએ ત્રણ દિવસમાં જવાબ દાખલ કરવાનું કહેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post શતાબ્દી ટ્રેનમાં પણ ‘મેં ભી ચૌકીદાર’ કપમાં ચા, વિવાદનો મધપુડો છંછેડાયો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/tea-served-in-main-bhi-chowkidar-cups-on-kathgodam-shatabdi-train/
via Best Gujarati News
0 Comments