મુંબઇના પોશ એરિયામાં એક ફલેટનું ભાડું માત્ર રૂ.65, પરંતુ શરત એક જ કે…
દક્ષિણ મુંબઇનો એક એવો વિસ્તાર છે જ્યાં રહેવા માટે લોકો ઘર શોધતા રહે છે અને ઊંચા ભાવ આપવા માટે પણ તૈયાર હોય છે. પરંતુ અહીંના તાડદેવ વિસ્તારના સ્લીટર રોડ પર આવેલ એક 800 વર્ગ ફૂટનો ફલેટ એવો છે જેનું ભાડું માત્ર 64 રૂપિયા છે. પરંતુ એક શરતના લીધે આ ફલેટ 11 વર્ષથી ખાલી પડ્યો છે.
વાત એમ છે કે આ ફલેટ ધુનજીબોય બિલ્ડિંગમાં 1940મા મુંબઇ પોલીસના પારસી ઓફિસરોના રહેવા માટે પારસી સમુદાય દ્વારા અલૉટ કરાયો હતો. આ ભવનની જવાબદારી પારસી ટ્રસ્ટ આર.ડી.મહાલક્ષ્મીવાળા ચેરિટી બિલ્ડિંગ ટ્રસ્ટની પાસે છે.
આ ટ્રસ્ટનો મુંબઇ પોલીસ સાથે કરાર થયો હતો કે આ એપાર્ટમેન્ટ માત્ર એક પારસી પોલીસ અધિકારીને રહેવા માટે આપી શકે છે. પરંતુ છેલ્લાં 11 વર્ષથી આ ફલેટ ખાલી છે. અહીં છેલ્લી વખત એક સહાયક પોલીસ આયુકત ફિરોઝ ગંજિયા રહ્યા હતા. પરંતુ 2008મા તેઓ પણ તેને છોડીને જતા રહ્યા. ત્યારથી આ ફલેટ ખાલી પડ્યો છે.
મુંબઇ પોલીસમાં અત્યારે બે જ પારસી પોલીસ ઓફિસર…
જોઇન્ટ કમિશ્નર ઓફ પોલીસ સંતોષ રસ્તોગી એ કહ્યું કે મુંબઇ પોલીસમાં અત્યારે માત્ર બે પારસી અધિકારી છે. તેમાંથી એક ઓફિસર મુંબઇની બહાર પોસ્ટેડ છે તો બીજા પારસી ઓફિસરની પાસે પોતાનો ફલેટ છે. જે આ ફલેટમાં શિફ્ટ થવની ના પાડી ચૂકયો છે. આથી હવે અમે આ ફલેટને ટ્રસ્ટને સોંપવાનો નિર્ણય કર્યો છે.
મુંબઇ પોલીસના કેટલાંય કર્મચારી કરી ચૂકયા છે અપ્લાય…
કહેવાય છે કે આ ફલેટ માટે મુંબઇ પોલીસના કેટલાંય કર્મચારી અપ્લાય કરી ચૂકયા છે, પરંતુ પારસી ટ્રસ્ટની શરતના લીધે અત્યાર સુધી કોઇને પણ આ ફલેટ મળ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post મુંબઇના પોશ એરિયામાં એક ફલેટનું ભાડું માત્ર રૂ.65, પરંતુ શરત એક જ કે… appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/mumbai-apartments-long-wait-for-parsi-police-officer-11-years/
via Best Gujarati News
0 Comments