કરતારપુરને લઈને પાકિસ્તાને કોથળામાંથી બિલાડું કાઢ્યું, લાલઘુમ ભારતે વાતચીત કરી બંધ
કરતારપુર કોરિડોડને લઈને પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવેલી કમિટીમાં અનેક ખાલિસ્તાન અલવવાદીઓને શામેલ કરવામાં આવ્યા છે. જેને લઈને ભારતે પણ આકરૂ વલણ અપનાવ્યું છે. આ મામલે ભારતે પાકિસ્તાન પાસે સ્પષ્ટિકરણ માંગ્યુ છે અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, જ્યાં સુધી પાડોશી દેશ આ મામલે જવાબ નહીં આપે ત્યાં સુધી કરતારપુર કોરિડોરને લઈને બંને દેશો વચ્ચે આગામી તબક્કાની વાતચીત નહીં થાય.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે આજે પાકિસ્તાનના ઉપ ઉચ્ચાયુક્તને સમન પાઠવીને કરતારપુર પેનલમાં ખાલિસ્તાનીઓની હાજરીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ભારતે પાકિસ્તાનના ઉપ ઉચ્ચાયુક્ત સઈદ હૈદર શાહને સ્પષ્ટ કહ્યું છે કે, કરતારપુર સાહિબ કોરિડોરને શ્હરૂ કરવાને લઈને અટારી ખાતે યોજાયેલી ગત બેઠકમાં નવી દિલ્હીએ જે કંઈ પણ પ્રસ્તાવ રજુ કર્યા હતાં, તેના પર ઈસ્લામાબાદ પોતાનું વલણને સ્પષ્ટ કરે.
વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે પાકિસ્તાને કહેવામાં આવ્યું છે કે, કોરિડોરના નિયમોને લઈને બંને દેશો વચ્ચે યોજાનારી બેઠક પાકિસ્તાન તરફથી જવાબ મળ્યા બાદ જ કોઈ યોગ્ય સમયે આયોજીત થઈ શકે છે. બંને દેશો વચ્ચે આગામી તબક્કા પર વાતચીત પર વાઘા બોર્ડર પર 2 એપ્રિલે યોજાવવાની હતી. કોરિડોર માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને ઝડપી બનાવવામાટે ભારત એપ્રિલ મહિનાના મધ્યાંતરમાં ટેક્નિકલ નિષ્ણાંતોની એક અન્ય બેઠનો પણ પ્રસ્તાવ રજુ કર્યો છે જેથી કરીને જે કોઈ પણ મુદ્દે મતભેદ છે, તેનો સરળતાથી ઉકેલ લાવી શકાય.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બર મહિનામાં ભારત અને પાકિસ્તાન કરતારપુરના ગુરૂદ્વારા દરબારા સાહિબને ગુરદાસપુર જીલ્લામાં આવેલા ડેરા બાબા નાનક ગુરૂદ્વારા સાથે જોડવા માટે કોરિડોર બનાવવાને લઈને સહમત થયા હતાં. પાકિસ્તાન સ્થિત કરતારપુરમાં જ સિખ ધર્મના પ્રવર્તક ગુરૂ નાનક દેવે દેહ ત્યાગ કર્યો હતો. કરતારપુર સાહિબ પાકિસ્તાનના નારોવલ જીલ્લામાં રાવી નદીના પેલે કિનારે આવેલું છે. આ ડેરા બાબા નાનક ગુરૂદ્વારાથી 4 કિલોમીટર દૂર આવેલું છે. 26 નવેમ્બર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગુરૂદાસપુર જીલ્લામાં કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. તેના 2 દિવસ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને લાહોરથી 125 કિલોમીટર દૂર નરોવલમાં કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post કરતારપુરને લઈને પાકિસ્તાને કોથળામાંથી બિલાડું કાઢ્યું, લાલઘુમ ભારતે વાતચીત કરી બંધ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/india-conveys-concerns-to-pak-over-presence-of-khalistani-separatists-on-kartarpur-panel/
via Best Gujarati News
0 Comments