કબડ્ડી એક ગ્રુપમાં રમાતી રમત છે. તેમાં બે ટીમો હોય છે અને દરેક ટીમમાં સાત સાત ખેલાડીઓ હોય છે. કબડ્ડી શબ્દનો ઉપયોગ ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આ રમત ચેડ્ડુગુડુ અને પૂર્વમાં હુ તૂ તૂના નામથી જાણીતી છે. ભારત ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાનમાં પણ કબડ્ડી એટલી જ લોકપ્રિય છે. તેમાં પણ બાંગ્લાદેશની તો કબડ્ડી રાષ્ટ્રીય રમત છે. આ રમતમાં ખેલાડીની શારીરિક ચુસ્તી-ર્સ્ફૂિત સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. કબડ્ડી શબ્દ તમિલ ભાષા પરથી આવ્યો છે, જેનો અર્થ હાથ પકડવો એવો થાય છે. આ રમત ત્રણથી ચાર હજાર વર્ષ જૂની છે. ૧૯૩૬માં ર્બિલન ઓલમ્પિકમાં સૌ પ્રથમ વખત કબડ્ડીની આપણી આ રમત આંતરાષ્ટ્રીય સ્તરે પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post કબડ્ડી કયા દેશની રાષ્ટ્રીય રમત છે? appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/kabaddi-ka-ki-nation-nation/
via Best Gujarati News

0 Comments