મહાનુભાવ :- રિદ્ધિ મહેશ્વરી

૧૮ જુલાઈ, ૧૯૨૮માં મુક્કેબાજ જીમ્મી બ્રેડોક ફક્ત એક જ શોટથી ટોમી લોગહર્ન સામે હારીને હેવીવેઈટ બોક્સિંગ ટાઈટલ ચૂક્યો હતો. એ ઘટના આવનારા ખરાબ સમયના નાનકડા એંધાણ સમાન હતી. ત્યાર પછી ફક્ત બે મહિનાથી પણ ઓછા સમયમાં દુનિયાભરમાં ભારે મંદી ત્રાટકી.

લાખો લોકોની જેમ, બ્રેડોક પણ એ મંદીમાં પાયમાલ થઈ ગયો.  ચોતરફ નાણાકીય ભીડ અને મંદીનો માહોલ રોગચાળાની જેમ ફેલાઈ ચૂક્યાં હતાં. દરેક સ્તરના લોકો પૈસાની તંગીના વાતાવરણમાં જાણે આર્િથક ગૂંગળામણ અનુભવતા હતા. જીમ્મી પણ એમાંનો જ એક હતો. તે પણ ખતરનાક  આર્િથક ભીંસનો સામનો કરી રહ્યો હતો. પોતાના પરિવાર માટે બે ટંકનું ભોજન ભેગું કરવામાં એને ધોળા દિવસે તારા દેખાઈ જતા હતા. ‘કંગાલી મેં આટા ગીલા’ જેવું તો ત્યારે બન્યું જ્યારે મુક્કેબાજીની એક સ્પર્ધા દરમિયાન તેનો એક હાથ ફ્રેકચર થઇ ગયો. એટલે મુક્કેબાજીથી તેને થોડો સમય માટે દૂર રહેવું પડયું. સમયાંતરે ડોક્સ (બંદર પર) તેને રોજમદાર તરીકે ક્યારેક છૂટક કામ મળતું,  પરંતુ પરિવારને રોજેરોજ ભોજન મળી  રહે  તે માટે ઘણી વાર  સરકારી સહાય માટે હાથ લંબાવવા સિવાય કોઈ ઉપાય ન રહ્યો. એક સ્વાભિમાની વ્યક્તિ માટે આ અત્યંત અપમાનજનક અનુભવ હતો. સમય આવ્યો હતો.

૧૯૩૪ની સાલમાં, એક મુક્કેબાજે કોઈ કારણોસર છેલ્લી ઘડીએ જ્હોન ‘કોર્ન’ ગ્રીફીન સામેનો મુકાબલો પડતો મૂક્યો. જીમ્મીને એ મુક્કેબાજની અવેજીમાં તક મળી. પહેલા બે રાઉન્ડમાં ટકરાવ થયા પછી ત્રીજા રાઉન્ડમાં ગ્રીફીનને તેણે પાડી  દીધો. પછી  ધીમે ધીમે જીમ્મી આગળ વધ્યો. તેણે જ્હોન હેન્રી લૂઈને દસ રાઉન્ડના મુકાબલામાં હરાવ્યો. આગળ વધતાં વધતાં  તેની ટક્કર થઈ મેક્સ બેઅર સાથે. મેક્સ સામે લડવામાં મરવાનું જોખમ હતું, કારણ  કે મેક્સના હાથે ૧૯૩૦ની એક ગેમમાં કેમ્પબેલ નામનો પ્રતિસ્પર્ધી રિંગમાં જ મૃત્યુ  પામ્યો  હતો.આ ખતરનાક મેક્સને જીમ્મીએ પંદર રાઉન્ડ્ઝના મુકાબલામાં હરાવ્યો. હવે જીમ્મી વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયન હતો. આ વર્લ્ડ ચેમ્પિયનનું બિરુદ જીમ્મીએ બે વર્ષ સુધી જાળવ્યું. ત્યાર બાદ ૧૯૩૭માં જો લુઇસ સામે એ હાર્યો તો ખરો, પણ તેના એક વર્ષ બાદ ટોમી ફારને હરાવીને તેણે જીત સાથે, ગૌરવભેર નિવૃત્તિ જાહેર કરી.

kids@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post બોક્સિંગનો એ મુકાલબો જીમ્મી માટે જીવન-મરણનો જંગ હતો appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/boxing-a-mukalbo-jim/
via Best Gujarati News

0 Comments