સીડીમાંથી બનાવો સરસ મજાનો વોલપીસ
મીત્રો આજે આપણે બનાવીશું સીડીમાંથી સરસ મજાનો વોલપીસ. આ માટે સૌ પ્રથમ જોઈશે ત્રણ સીડી, ગોળ અને ષટકોણ આકારના નાના આભલા (કાચ), ત્રણ અલગ અલગ રંગના રેશમના દોરા, એક લટકણ, પાતળી લાંબી સૂતરની દોરી, ગુંદર. સૌ પ્રથમ એક સીડી લો. તેના અડધા ભાગમાં ગુંદર ચોટાળો. હવે તે અડધા ભાગમાં સીડીને ફરતે તમારા ગમતા રંગની રેશમની દોરી વીંટાળો. હવે બાકીનાં અડધા ભાગમાં ફરી ગુંદર ચોટાડી અન્ય રંગની દોરી લઈ તેને ફરતે વ્યવસ્થિત રીતે વીંટાળો. તેવી જ રીતે બાકીની બે સીડી પણ તૈયાર કરો. બાકીની બે સીડી ઉપર પણ તમારા ગમતા રંગની દોરી વીંટાળી સીડી તૈયાર કરો. દોરી લગાવ્યાં બાદ સીડીની મધ્યમાં એક નાનો ગોળાકાર આભલો ચોંટાડો અને તેની ફરતે ષટકોણ આકારના આભલા ચોટાડો. તે રીતે બાકીની બે સીડીમાં પણ આભલા લગાવો . આ રીતે ત્રણે સીડી તૈયાર કરો. હવે એક સૂતરની લાંબી દોરી લો. તેની ફરતે તમારા ગમતા રંગની રેશમની દોરી વીંટાળી દો. ત્યાર બાદ બીજી એક સૂતરની દોરી લઈ તેને ફરતે રંગીન રેસમની દોરી વીંટાળી સીડીની કિનારી પર ચોંટાડો. દોરીને ચિત્રમાં બતાવ્યાં પ્રમાણે યુ આકારમાં વાળીને થોડી ઉપરની જગ્યા છોડીને ગુંદરની મદદથી ત્રણે સીડીને દોરી ઉપર ચોંટાડો. ત્યારબાદ દોરીના છેડાના ભાગમાં એક લટકણિયું ચોંટાડો. તૈયાર છે તમારું સરસ મજાનું વોલપીસ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post સીડીમાંથી બનાવો સરસ મજાનો વોલપીસ appeared first on Sandesh.
from Kids Corner – Sandesh http://sandesh.com/ladders-make-out-fun/
via Best Gujarati News
0 Comments