મારી કલ્પના  ૪૨૦

જહમણા હમણા જ હોળીનો તહેવાર પત્યો છે. અને બધાએ આ હોડીના તહેવારની રંગેચંગે ઊજવણી કરી છે. હું પણ તેમાંથી બાકાત નથી મે પણ હોળીની ઊજવણી કરી, પણ જરા અલગ રીતે. તો આજે હું વાત કરીશ મારી હોળીના તહેવારની ઊજવણીની. જોકે હુ મારી વાત અહી રજૂ કરૂ તે પહેલા હોળી શુ છે તે જાણવું ખૂબ જરૂરી છે હિન્દુ ધર્મમાં હોળીનુ ઘણું જ મહત્વ છે. હિરણ્ય કશ્યપ, અસુરની બહેન હોળીકાને અગ્નિ અસર ન કરે એવું વરદાન હતુ. શાસ્ત્રો મુજબ ભક્ત પ્રહલાદને મારવા હિરણકશ્યપની આજ્ઞા અનુસાર લાકડાનો ઢગલો કરી હોળીકા પ્રહલાદને લઈ બેસી જાય છે પરંતુ તેમાં હોળીકા બળી જાય છે અને ભક્ત પ્રહલાદનો જય થાય છે. આ ખુશીમાં નગરમાં ખજૂર ચણા વેચાય છે રંગોત્સવો થાય છે. આજે પણ આ તહેવાર આ રીતે જ મનાવાય છે. અમારા પાંચ મિત્રોનું ગ્રુપ છે પાર્થ, રાજુ, મુક્ત વ્રજ અને નિલય. અમે આ વખતે જુદી જ રીતે હોળીની ઊજવણી કરી ગરીબો ખાસ કરીને ફૂટપાથ પર વસેલા પ્લાસ્ટીકના મોટા વરસાદી ટૂકડાના ઘરમાં વસતા, માંડ ગુજરાન ચલાવતા હોય એવા ઘરોમાં જઈ હોળી ઊજવવાનું નક્કી કર્યું.

અમે પાંચે જણા વહેલા ઊઠી બજારમાં જઈ ખજૂર, ધાણી, ચણા મોટા પ્રમાણમાં ખરીદી લાવ્યા. ખર્ચ ભાગે પડતો વહેંચી લીધો. નક્કી કર્યાં મુજબ અમે ઝૂંપડપટ્ટી નિવાસમાં પહોંચી ગયા. બધા બાળકો અમને જોઈને રાજી રાજી થઈ ગયા. લાવેલી ખજૂર, ચણા અને ધાણી ખોબા ભરીભરીને બધાને પેટ ભરીને ખવડાવ્યા.

હવે સાંજે હોળી પ્રગટાવવાની હતી. અમે પાંચે ગયા થોડા ઘણા લાકડાની વ્યવસ્થા કરી હાથ લારીમાં ભરી આવ્યા. જ્યાં ક્યારેયં હોળી પ્રગટાવી જ ન હોતી ત્યાં ઉત્સવ મનાવવા પહોંચી ગયા. સમય થતા અમે હોળી પ્રગટાવી. ઝૂંપડાવાસી મહિલાઓ પૂજન કરવા આવી. કારણ તેમને ત્યાં વર્ષો પછી પ્રથમ વખત હોળી પ્રગટી હતી. લોટામાં લાવેલા જળની ધારા કરતા અને હોળીની પ્રદક્ષિણા ફરતા તેમનાં ઊરમાં આનંદ સમાતો ન હતો. ઝૂંપડાવાસીઓની આંખમાં હર્ષના આંસુ હતા.

બીજા દિવસે અમે તેજ સ્થળે ગુલાલ લઈને ગયા. ઝૂંપડાવાસીઓ કેમીકલવાળા બિહામણા કલરો લઈ ઊભા હતા. અમે સૌને કેમીકલવાળા રંગોથી થતાં નુકસાન વિશે સમજાવ્યું. બધાના ગળે વાત ઊતરી ગઈ. અમારા ગુલાબના પડીકા બધાને વહેંચી દીધા અને રંગમાં રંગાઈ ગયા. આ રીતે અમે મિત્રો સાથે મળીને હોળીની ઊજવણી કરી અને ખૂબ જ આનંદ મેળવ્યો. આ હતી મારી હોળીની અનોખી ઊજવણી.

kids@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post હોળીની અનોખી ઊજવણી appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/holi-anokhi-feast/
via Best Gujarati News

0 Comments