ગંભીર બીમારીથી ઝઝૂમતી વ્યક્તિના અવસાનની આગાહી હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરશે!
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે છૈં ગંભીર બીમારીથી પીડાતી વ્યક્તિ ક્યારે મૃત્યુ પામશે, તેની આગાહી કરવા સક્ષમ હોવાનું સંશોધનમાં જણાયું છે. વિજ્ઞાનીઓ અને તબીબએ પાંચ લાખ લોકોના ડેટાનો ઉપયોગ કરીને કોણ વહેલા મૃત્યુના જોખમ હેઠળ છે, એવી આગાહી કરી શકાય એવું ટૂલ વિકસાવ્યું છે.એ માટે દર્દીના પરિવારની રોગ અંગેની હિસ્ટ્રી તેમજ કેટલું મીઠું આહારમાં લો છો, કઈ દવા લો છો અને કયું સનસ્ક્રીન પહેરો છો, એવી વિગતોને ઉપયોગમાં લેવાઈ હતી. સંશોધકો કહે છે કે, એઆઈ સિસ્ટમ પરીક્ષણમાં ખૂબ જ નક્કર જણાઈ હતી. હાલમાં ઉપયોગમાં લેવાતી મશીન સિસ્ટમના અંદાજ કરતાં એઆઈ સિસ્ટમનો અંદાજ ૧૦ ટકા વધુ ભરોસાપાત્ર છે. આ સંશોધન યુનિવર્સિટી ઓફ નોટિંગહામ દ્વારા કરાયું હતું. તેનું નેતૃત્વ એપીડેમિઓલોજી અને ડેટા સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સ્ટીફન વેંગે કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રતિરોધક સ્વાસ્થ્ય સંભાળ ગંભીર બીમારીઓ સામે લડવામાં અગ્રિમતામાં વધી રહી છે, તેથી સામાન્ય લોકો માટે આરોગ્ય જોખમનું આકવન કરવા માટે કમ્પ્યૂટરાઇઝડની સચોટતા સુધારવા માટે વર્ષો સુધી કામ કર્યું છે. છૈં અલ્ગોરિધમ ૨૦૦૬થી ૨૦૧૦ અને એ બાદ ૨૦૧૬ સુધી યુકે બાયોબેન્કમાં ભાગ લેનારા ૪૦થી ૬૯ વર્ષના ૫૦૨૬૨૮ લોકોના ડેટા પરથી રચાયો હતો. આ મોડલની સરખામણી બે સ્ટાન્ડર્ડ મશીન લર્નિંગ ટેક્નિક સાથે કરાઈ હતી. આ સરખામણીથી મળેલું પરિણામ જર્નલ PLOS ONE માં પ્રકાશિત કરાયું હતું. એ પરિણામ પરથી એવું તારણ નીકળ્યું હતું કે, નવું એઆઈ મોડલ હાલના વપરાશમાં લેવાતા નેટવર્ક કરતા ૧૦.૧ ટકા વધુ ચોક્કસ છે. ડો. વેંગ કહે છે કે, માનવ નિષ્ણાતો દ્વારા વિકસાવેલા સ્ટાન્ડર્ડ પ્રેડિક્શન મોડલો કરતાં આ નવું મોડલ મૃત્યુની આગાહી વધુ સચોટતાથી કરી શકતું હોવાનું જણાયું છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કઈ રીતે શીખે છે?
- એઆઈ સિસ્ટમ આર્ટિફિશિયલ ન્યૂરલ નેટવર્ક ( ANNs ) ઉપર નિર્ભર કરે છે, જે મગજ જે રીતે કામ કરે છે, તે રીતે પ્રયાસ કરે છે.
- બોલચાલ , લખાણ કે ચિત્ર વગેરે માહિતીની પેટર્ન ઓળખવા માટે ANNsને તાલીમ અપાય છે, જે છેલ્લા કેટલાય વર્ષોમાં એઆઈમાં જે વિકાસ થયો છે, તેના આધારે હોય છે.
- પરંપરાગત એઆઈ ખાસ બાબત અંગે જે ઢગલોબંધ માહિતી અપાઈ હોય, તેના પરના અલ્ગોરિધમને શીખવા માટે ઇનપુટનો ઉપયોગ કરે છે.
- ANNs ની નવી પેઢીને એડવર્સિયલ ન્યૂરલ નેટવર્ક બે એકબીજા સામેની બે એઆઈ બોટ્સનો ઉપયોગ કરે છે, જે એકબીજાને સમજવામાં ઉપયોગી થાય છે.
- આ વલણ લર્નિંગ પ્રોસેસ ઝડપી બનાવવા માટે ડિઝાઇન કરાયેલી છે, સાથે સાથે તે દ્વારા એઆઈ સિસ્ટમ દ્વારા મળતા આઉટપુટને રિફાઇનિંગ કરવામાં સફળ રહે છે.
BMI સહિતના ૬૦ પરિમાણોને ધ્યાનમાં લેવાયા
સરવેમાં ભાગ લેનારાઓના BMI, બ્લડપ્રેશર અને ઉપયોગમાં લેવાતા વિટામિન કે સપ્લિમેન્ટની માહિતી જેવા આરોગ્યની આગાહી કરી શકે એવા ૬૦ પરિમાણોને ધ્યાનમાં લેવાયા હતા. સાથે સાથે એઆઈ મોડલમાં દર્દી દ્વારા લેવાતા ફળ, શાકભાજી, માંસ, ચીઝ, દાળ, માછલી અને શરાબના પ્રમાણ અંગેની માહિતી પણ ધ્યાનમાં લેવાઈ હતી.
પેસમેકરની સમસ્યા ઝડપથી ઓળખી કાઢવા એઆઈ તબીબોને મદદ કરે છે!
- ઇમર્જન્સી દરમિયાન એઆઈ દર્દીના ખામીવાલા પેસમેકરને ઓળખી કાઢવામાં ડોક્ટરોને મદદ કરતી હોવાનું સંશોધનમાં જણાયું છે.
- હાલની પદ્ધતિ કરતાં નવું મશીન લર્નિંગ સોફ્ટવેર એક્સરે સ્કેનમાં કાર્ડિયાક રિધમ ડિવાઇસિસને વધુ ઝડપથી અને ચોક્કસતાથી ઓળખી કાઢતું હોવાનું અભ્યાસ પરથી જણાયું છે.
- જો પેસમેકર નિષ્ફળ જાય તો દર્દી ગંભીરપણે બીમાર થઈ જાય.
- એ વખતે ડોક્ટરોને એ ડિવાઇસ કયું છે, તે સારવાર થાય તે પહેલાં જાણવું જરૂરી થઈ પડે છે. આ માહિતી તેના સેટિંગ બદલવા કે તેને રિપ્લેસ કરવું પડે એમ હોય ત્યારે ઉપયોગી થઈ પડે છે.
- લંડનની ઇમ્પિરિયલ કોલેજમા સંશોધકોએ અભ્યાસ માટે ૧,૬૦૦થી વધુ જુદા જુદા પેસમેકરને ઓળખી કાઢવા માટે તાલીમ આપી હતી.
- જ્યારે એક્સ રે ઇમેજ અપલોડ કરવામાં આવે, ત્યારે સેકન્ડોમાં તેની બનાવટ, તેના મોડલ સહિતની માહિતી મળી જતી હોય છે.
- પરિણામ એ પુરવાર કરે છે કે એઆઈ મોડલ ૯૯ ટકા એક્યૂરેટ હોય છે, જે હાલની પદ્ધતિની સરખામણીએ ૭૨ ટકા વધુ ચોક્કસ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ગંભીર બીમારીથી ઝઝૂમતી વ્યક્તિના અવસાનની આગાહી હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરશે! appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/serious-illness/
via Best Gujarati News
0 Comments