રોહિત શેટ્ટીએ ફિલ્મ ‘સિંઘમ’ અને ‘સિંબા’ના માધ્યમથી બેક ટૂ બેક સુપરહિટ ફિલ્મો આપી છે. આ બન્ને ફિલ્મોમાં પોલીસ ઓફિસરની કહાનીને દર્શાવવામાં આવી છે. જેમાં અજય દેવગન(સિંઘમ) અને પછી રણબીર કપૂરે(સિંબા) પોલીસ ઓફિસરના પાત્ર ભજવ્યા છે. આ ફિલ્મોને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને બોક્સ ઓફિસ પર ફિલ્મોએ ધમાકેદાર કમાણી પણ કરી હતી. જ્યારે હવે આ ફિલ્મના ત્રીજા ભાગમાં બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારની એન્ટ્રી થઈ છે.

આ ફિલ્મનું નામ ‘સૂર્યવંશી’ છે. જે વર્ષ 2020માં રિલીઝ થવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મના ટાઇટલ પાછળ એક મજેદાર કહાની છે. સૂત્રો મુજબ ફિલ્મના ટાઇટલને સૂર્યવંશીના મેકર્સે વિજય ગલાનીથી મેળવવામાં આવ્યો છે. વિજયની આ ફિલ્મમાં સલમાન ખાને પણ કામ કર્યું હતું. પહેલા વિજયને આ ફિલ્મનું ટાઇટલ આપવા માટે ખચકાટ થઈ હતી પરંતુ ત્યાર બાદ બોની કપૂર સાથે વાત કર્યા પછી તેને આ રાઇટ્સને રોહિત શેટ્ટીને આપ્યા.

જોકે આ ટાઇટલ પ્રાપ્ત કર્યા બાદ શીર્ષકમાં કેટલાક બદલાવ પણ કરવામાં આવ્યા. આ જ કારણ છે કે આ ટાઇટલના ઇંગ્લિશ સ્પેલિંગમાં ‘U’ની જગ્યાએ ’OO’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યોતિષવિદ્યા મુજબ દરેક શબ્દની સાથે વેલ્યૂ અટેચ હોય છે જો તમારા નામ અને બર્થ ડેટનો એકબીજા સાથે મેળ ન હોય તો તમને સામાન્ય જીવનમાં વધુ સંઘર્ષ કરવો પડે છે. આ એક માનવામાં આવેલ સાયન્સ છે. ઉલ્લેખનીય છે બોલિવૂડમાં આવું ઘણી વાર જોવા મળ્યું છે. જ્યારે કલાકાર, કંપની અથવા ફિલ્મોના નામના ઇંગ્લિશ સ્પેલિંગમાં ફેરફાર થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post જાણો…અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ના ટાઇટલ પાછળ છુપાયેલ મજેદાર કહાની appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/interesting-story-behind-akshay-kumar-film-sooryavanshi-title/
via Best Gujarati News

0 Comments