કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’ની ટીઆરપીમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યારે આ શો ટીઆરપીમાં ટોપ 5ની બહાર હોય છે તો ક્યારે ટોપ 5ની લિસ્ટની અંદર હોય છે. કપિલ અને તેની ટીમ પણ આ શોને વધુ સારો બનાવવા માટે ઘણી મહેનત કરી રહી છે.

કપિલના આ શોમાં પહેલા ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજકારણી નેતા નવજોત સિંહ સિદ્ધૂ પણ હતા. પરંતુ પુલવામા આંતકી હુમલા વિશે સિદ્ધૂના નિવેદન પર વિવાદ થતા તેમને શોમાંથી કાઢવાની માગ સોશિયલ મીડિયા પર તીવ્ર બની હતી અને ત્યાર બાદથી જ સિદ્ધૂ આ શોમાંથી ગાયબ છે. સિદ્ધૂની જગ્યા હવે આ શોમાં અર્ચના પૂરણ સિંહે લીધી છે. જોકે સિદ્ધૂ આ શોમાં ક્યારે વાપસી કરશે તે વિશે હાલ કોઈ સ્પષ્ટતા નથી.

પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ કપિલ શર્માએ આ વિશે માહિતી આપી છે. સૂત્રો મુજબ તાજેતરમાં કપિલે કહ્યું કે હાલ સિદ્ધૂ ચૂંટણીના કામકાજમાં વ્યસ્ત છે. કપિલે કહ્યું કે તેની સિદ્ધૂ સાથે વાત પણ થઈ હતી. પરંતુ ચૂંટણી સુધી તેઓ શોમાં વાપસી કરે એવા કોઈ સંકેત નથી. બીજી તરફ કપિલે એવા સંકેત પણ આપ્યા કે સિદ્ધૂ કદાચ ચૂંટણી પછી શોમાં વાપસી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પુલાવામા આંતકી હુમલા પર સિદ્ધૂએ કહ્યું હતું કે તમે આંતકવાદ માટે સંપૂર્ણ દેશ અથવા દેશના લોકોને જવાબદાર ન ગણી શકો. સિદ્ધૂના આ નિવેદનને ભારત વિરોધી અને પાકિસ્તાનના સ્પોર્ટમાં ગણાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ‘ધ કપિલ શર્મા શો’માં નવજોત સિંહ સિદ્ધૂની વાપસી વિશે કપિલ શર્માએ આપ્યા આ સંકેત appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/kapil-sharma-talks-about-navjot-singh-sidhu-return-in-tkss/
via Best Gujarati News

0 Comments