૭૧ વર્ષની આ મહિલાને ક્યારેય દર્દનો અહેસાસ થતો જ નથી !
જો કેમરોનને જણાવાયું હતું કે પ્રસુતિના સમયે ખૂબ જ દર્દ થશે, પરંતુ કેટલાય કલાકો વીતી ગયા, પણ તેમને કશું જ થયું નહીં. તેમને કશો અહેસાસ થયો ન હતો. આશ્ચર્યની વાત તો એ છે કે એ દરમ્યાન તેમને બેહોશ કરવા માટેની પણ કોઇ દવા અપાઇ ન હતી. કેમરોન એ ઘટનાને યાદ કરતાં કહે છે કે, મને એ તો મહેસુસ થતું હતું કે મારા શરીરમાં કંઇ ફેરફાર થઇ રહ્યો છે, પરંતુ તેનાથી મને કોઇ પણ પ્રકારના દર્દનો અહેસાસ થતો ન હતો. બસ એવું લાગ્યું કે જાણે ગલીપચી થતી હોય.
જો કેમરોનને આખા શરીરમાં નહીં, પણ શરીરના કેટલાક હિસ્સામાં જ દર્દનો અહેસાસ થતો હતો. હવે વિજ્ઞાનીઓને તેનું કારણ સમજાયું છે ! ગુરુવારે પ્રકાશિત ધ બ્રિટીશ જર્નલ ઓફ એનેસ્થેસિયામાં વિજ્ઞાનીઓએ કેમેરોનની આ સ્થિતિનું કારણ એક અજ્ઞાત જનીનમાં થયેલા પરિવર્તનને ગણાવ્યું છે. વિજ્ઞાનીઓને આશા છે કે આ શોધથી કેમરોનના દર્દના ઇલાજમાં મદદ મળશે. જો કે તેમનું માનવું છે કે આ મ્યૂટેશન આ વાત સાથે પણ જોડાયેલું હોઇ શકે છે કે કેમરોને જીંદગીભર થોડી ચિંતા અને ડર કેમ મહેસુસ કર્યો અને કેમ તેમનું શરીર કોઇ પણ પ્રકારની સ્થિતિમાંથી બહાર આવી જાય છે ?
આ અભ્યાસ એ મુખ્ય ઘટનાઓની વચ્ચે પ્રકાશિત થયો છે, જેમાં એ વાત પર વિવાદ ચાલી રહ્યો હતો કે જવાબદાર ઉકેલ તરીકે દર્દનો ઇલાજ કઇ રીતે કરી શકાય ?
ગુરુવારે ન્યૂયોર્ક સ્ટેટે ઓપીઓઇડ ઓક્સિટોસિનના નિર્માત સેક્લર ફેમિલીની વિરુધ્ધ એક કેસ દાખલ કર્યો. યેલના ન્યૂરોલોજિસ્ટ સ્ટીફન જી વેક્સમેનના મતે એ એ વાતનો વધુ એક રિમાઇન્ડર હતું કે, આપણે ગંભીર દર્દ માટે ઓછા નશાવાળા વિકલ્પની આવશ્યકતા છે.
કેમરોનની જે સ્થિતિઓને કારણે વિજ્ઞા।ની તેમના જનીનની તપાસ માટે તૈયાર થયા હતા, તેની શરુઆત પાંચ વર્ષ પહેલાં થઇ હતી. તે પોતાના પતિ સાથે સ્કોટલેન્ડમાં એક આનંદભર્યું જીવન જીવી રહી હતી. એક હાથના ઓપરેશન બાદ એક ડોક્ટર આશ્ચર્યચકિત હતો કે તે દર્દનો કોઇ અનુભવ કરી રહી ન હતી અને કોઇ પેઇનકિલર લેવા માંગતી ન હતી. એ બાદ જો કેમરોનને કેટલાક સવાલ પૂછવામાં આવ્યા, જેમાં કેમરોનની ચોંકાવનારી સ્થિતિ જાણવા મળી.
આખરે, કેમરોનના ડોક્ટરને એ ખામી મળી આવી. ડોક્ટર વિજ્ઞાનીઓ જેને FAAH-OUT તરીકે ઓળખે છે, એ જનીન શોધવામાં સફળતા મળી. આપણા બધામાં જ એ જનીન હોય છે, પરંતુ કેમરોનમાં એક ખામી છે, જે જનીનના આગળના ભાગને દૂર કરી દે છે. એ વાતનું સમર્થન એ વખતે થયું, જ્યારે કેમરોનના લોહીની ઝણવટભરી તપાસ થઇ.
આવી સમાન સ્થિતિવાળા બાળકોના માતા-પિતા અંગે કેટલાય લેખો લખાયા છે, પરંતુ કેમરોનને શંકા છે કે આ ખામી તેને પોતાના પિતાના વારસામાં મળી છે.
FAAH-OUT કારણભૂત ?
વિજ્ઞાનીઓ કેમરોનના અસાઘારણ ગણાય એવા ઓછા ચિંતાના સ્તરથી પણ ઘણા ચિંતીત છે. એંગ્જાઇટી ડિસઓર્ડર ક્વેસ્ચનેરમાં કેમરોને ૨૧માંથી ૦ સ્કોર કર્યો છે. એટલું જ નહીં, કેમરોનને તો એ પણ યાદ નથી કે તેને ક્યારેય ડિપ્રેશન પણ આવ્યું હોય કે ડરનો અહેસાસ થયો હોય. શોધકર્તાઓએ કહ્યું કે,હવે તેઓ FAAH-OUT પર ફોક્સ કરશે અને જોશે કે આ જનીન કઇ રીતે કામ કરે છે, જેથી એક જનીન થેરાપી કે દર્દ નિવારણ ટેકનોલોજી ડિઝાઇન કરી શકે.
બળવાની ગંધ આવે, જુએ તો સમજાય કે દાઝી ગઇ!
૬૫ વર્ષની વયે તેનું હિપ રિપ્લેસ કરવાની જરુરિયાત હતી કેમકે તે કંઇ મહેસુસ કરી શકતી ન હતી. તેનો થાપો ક્યારે ખરાબ થવા માંડયો તેની તેને જાણ થઇ જ નહીં. એટલે સુધી કે દાઝવા કે કપાઇ જતી વખતે પણ તેને જરાય દર્દ થતું ન હતું ! કેમરોનને ત્યારેય કંઇક બળવાની ગંધ આવે ત્યારે જ જુએ તો દાઝી ગયાની જાણ થતી. તો વળી લોહી વહી જતું દેખાય ત્યારે જ વાગ્યું હોવાનું શોધવું પડતું !
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ૭૧ વર્ષની આ મહિલાને ક્યારેય દર્દનો અહેસાસ થતો જ નથી ! appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/71-year-old-woman-sooner/
via Best Gujarati News
0 Comments