। લંડન ।

બ્રિટિશ સાંસદોએ ત્રીજી વાર બ્રેક્ઝિટ ડીલ ફગાવી દીધો હોવાથી સહમતી વગર જ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવાની સંભાવના વધી છે.

વડાપ્રધાન ટેરેસા મે એ સંસદમાં આ ડીલ રજૂ કર્યો હતો. સાંસદોએ હાઉસ ઓફ કોમન્સમાં ૨૮૬ ને બદલે ૩૪૪ મતોથી ફગાવી દીધો હતો. મે એ કહ્યું કે આ અત્યંત ખેદજનક છે કે ગૃહ યુરોપીય યુનિયનમાંથી અલગ થવાની વાતનો સ્વીકાર કરી શક્યું નથી. આ ફેંસલાના ગંભીર પરિણામો આવશે. થેરેસા મેએ રાજીનામાની ઓફર કરી દીધી છે. બ્રિટિશ સાંસદોએ બ્રેક્ઝિટ ડીલ ફગાવી દીધા બાદ યુરોપિયન સંઘના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્કે સંઘના દેશોની બેઠક બોલાવી છે. મતદાન બાદ થેરેસા યુરોપિયન સંઘના બ્રસેલ્સ સ્થિત  વડામથકે પહોંચ્યાં હતા અને સંઘના ટોચના નેતાઓને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે થેરેસાને તેમાં પણ  ઝાઝી સફળતા હાથ ન લાગી. યુરોપિયન યુનિયનનો સભ્ય બની  રહેલો આયરલેન્ડ ગણરાજ્ય અને સંઘમાંથી અલગ થવાનો  મરણિયો પ્રયાસ કરનાર બ્રિટનના ઉત્તરીય આયરલેન્ડ પ્રદેશની  વચ્ચેની હાલની ખુલ્લી સરહદનું ભાવી ખતરામા મુકાયે છે.  કોઈને પણ પાસે આ સમસ્યાનો ઉકેલ નથી.

બ્રેક્ઝિટ ડીલને પાસ કરાવવાનો ચોથો પ્રયાસ કરીશ : થેરેસા

થેરેસા મેએ ચોખ્ખું જણાવ્યું કે તેઓ બ્રેક્ઝિટ ડીલને પાસ કરાવવાનો ચોથો પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે જો સંસદ આ ડીલને પસાર કરી દે તો તેઓ તરત જ રાજીનામું આપી દેશે. બળવાખોર સાંસદો મે ના બ્રેક્ઝીટ ડીલના વિકલ્પો પર સૂચક  મતદાન કરે ફક્ત ત્યારે જ ચોથી વાર બ્રેક્ઝિટ રજૂ કરી શકાય છે.  આ દરમિયાન સંસદ બહાર બ્રેક્ઝીટની તરફેણમાં લોકોએ ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યો હતો. ઓછામાં ઓછા ૧૩ અલગ અલગ જૂથોએ સંસદ  ભવનની બહાર દેખાવ કર્યો હતો. કી બ્રેક્ઝિટીસર્સ નાઈજેલ ફારેગ  અને ટોમી રોબિનસને પ્રદર્શનકારીઓને સંબોધન કર્યું હતું.  પ્રદર્શનકારીઓેએ બેનર અને ઝંડા ફરકાવીને વિરોધ પ્રદર્શન કર્યું  હતું. ઉલ્લેખનીય છે કે સંસદમાં ત્રીજી વાર બ્રેક્ઝિટ ડીલને ફગાવી  દેવામાં આવ્યો છે. સંસદ ભવનની  બહાર પ્રદર્શનકારીઓએ પોતાનો લિબર્ટી બેલ રણકાવ્યો હતો અને  ભારે સૂત્રોચ્ચાર કર્યો કે બ્રિટને સમજૂતી વગર ઈયુમાથી બહાર  નીકળી જવું જોઈએ.

વહેલી ચૂંટણી પણ બ્રેક્ઝિટનુ કોકડું નહીં ઉકેલી શકે

પરંતુ બ્રિટિશ પોલિંગ કાઉન્સિલના અધ્યક્ષે ચૂંટણી યોજવાની સંભાવના પર ઠંડુ પાણી રેડતા કહ્યું કે વહેલી ચૂંટણી પણ બ્રેક્ઝિટનુ કોકડું નહીં ઉકેલી શકે અને ફરી એક વાર ત્રિશંકુ વિધાનસભા સર્જાશે. તેમણે કહ્યું કે એક પણ મુખ્ય પાર્ટીને બહુમતી માટે જરૂરી ૩૨૦ બેઠકો નહી મળે. ટ્રાન્સપોર્ટ સચિવ ક્રિસ ગ્રેલિંગે કહ્યું કે વડાપ્રધાન અને કેબિનેટ મેમ્બર્સ હવે પછી શું કરશે તેનો નિર્ણય કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post સાંસદોએ ત્રીજી વખત બ્રેક્ઝિટ ડીલ ફગાવી બ્રિટનમાં ફરીથી સામાન્ય ચૂંટણીના પડઘમ appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/mps-third-time-break/
via Best Gujarati News

0 Comments