। વોશિંગ્ટન ।

અમેરિકાનાં સંરક્ષણ વિભાગ – પેન્ટાગોનને ભારતનાં મિશન શક્તિની અને ભારતના છ-જીછ્ મિસાઇલ્સ પરીક્ષણની જાણકારી હતી પણ તેણે જાસૂસી કરી નથી તેમ અમેરિકાએ જણાવ્યું હતું. અગાઉ એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે અમેરિકાએ મિશન શક્તિની જાસૂસી કરી હતી. જો કે અમેરિકાએ સ્પષ્ટ કર્યું હતું કે તેને ભારતનાં આ મિશનની અગાઉથી જાણકારી હતી. મિશન શક્તિ દ્વારા ભારતની DRDO એ ૨૭મીએ એન્ટિ સેટેલાઈટ (A-SAT) મિસાઇલ્સનું પરીક્ષણ કર્યું હતું. અવકાશમાં ૩૦૦ કિ.મી. દૂર નીચલી કક્ષામાં લાઈવ સેટેલાઇટને ભારતે તોડી પાડયો હતો.

અમે ભારત સાથે સહયોગને વેગ આપી રહ્યા છીએ : અમેરિકા

અમેરિકાનાં સંરક્ષણ વિભાગનાં પ્રવક્તા લેફ્ટનન્ટ ડેવિડ ડબ્લ્યૂ એસ્ટબર્ને કહ્યું કે, અમેરિકાએ ભારતનાં આ મિશનની કોઈ રીતે જાસૂસી કરી નથી. અમે ભારત સાથે પરસ્પર સહયોગને આગળ વધારી રહ્યા છીએ. પરિણામે બંને દેશો વચ્ચેનો વેપાર અને ઈકોનોમી વધ્યા છે.

અમેરિકાએ જાસૂસી માટે બંગાળનાં અખાતમાં ટોહી વિમાન મોકલ્યું હતું

લશ્કરી હિલચાલ પર નજર રાખનાર એરક્રાફ્ટ સ્પોર્ટસનાં અહેવાલ મુજબ અમેરિકાનાં હવાઈદળે જાસૂસી માટે તેનાં ડિએગો ગાર્શિયા બેઝ ખાતેથી એક ટોહી વિમાન ભારતની બંગાળની ખાડીમાં મોકલ્યું હતું.

પરીક્ષણ પછી અમેરિકાની ઉપગ્રહનાં ૨૫૦થી ૨૭૦ ટુકડા પર નજર

અમેરિકાએ કહ્યું હતું કે ભારત દ્વારા એન્ટિ સેટેલાઈટ મિસાઈલ્સનાં પરીક્ષણ પછી પેન્ટાગોન અને તેનાં અધિકારીઓ ઉપગ્રહનાં ૨૫૦થી ૨૭૦ ટુકડા પર નજર રાખી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ભારતનાં ASAT મિસાઇલની જાણકારી હતી પણ જાસૂસી કરી નથી : અમેરિકા appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/india-asat-missile-knowledgeable/
via Best Gujarati News

0 Comments