લગ્નમાં મહિલાના માથા પરથી દુપટ્ટો ખસી જતા, પતિએ કર્યો આવો અત્યાચાર
પાકિસ્તાનના પેશાવરમાં એક શખ્સે પોતાની પત્નીના માથાના બધા વાળ એટલા માટે કાપી નાંખ્યા કારણ કે તેણે એક લગ્ન પ્રસંગમાં માથું ઢાંકેલું નહોતું. એટલું જ નહીં આની પહેલાં તેણે પોતાની પત્નીને શારીરિક રીતે પણ પ્રતાડિત કરી.
ડોન ન્યૂઝ ટીવીના રિપોર્ટ પ્રમાણે ગઇ 27મી માર્ચના રોજ મહિલાની ફરિયાદ પર માથરા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાઇ હતી. પોલીસે પોતાની ફરિયાદમાં મહિલાને કહ્યું કે તેઓ આ મહિનાની શરૂઆતમાં પોતાના પતિના કઝીન ભાઇને ત્યાં લગ્નમાં ગઇ હતી. ફરિયાદ છે કે સમારભંમાં સંબંધીઓ સાથે મુલાકાત કરતાં સમયે તેનો દુપટ્ટો સરકી ગયો હતો, તેને તેના પતિ જોઇ ગયા.
ત્યારબાદ જ્યારે તે પોતાના પતિની સાથે ઘરે પાછી ફરી તો તેના પતિએ તેના પર માથું ના ઢાંકવાનો આરોપ લગાવી તેને ખરાબ રીતે મારવાનું શરૂ કરી દીધું. મહિલાનું કહેવું છે કે તેનો પતિ મલકંદ લેવિસ ફોર્સનો સભ્ય છે. મલકંદ લેવિસ ફોર્સ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં એક અર્ધસૈનિક બળ છે.
મહિલાનું કહેવું છે કે જે સમયે તેના પતિએ તેને માર્યા હતા તે સમયે ઘરમાં તેના ત્રણ વર્ષના બાળક સિવાય બીજું કોઇ નહોતું. આથી તેઓ તેને પીટતા ગયા. ત્યારબાદ તેણે કેચી ઉઠાવી અને તેના માથાના બધા જ વાળને કાપી નાંખ્યા.
મહિલાનું કહેવું છે કે તેને ફરિયાદ એટલા માટે મોડી કરાવી કારણ કે પતિ એ તેને એ વાત કોઇને બતાવા પર જાનથી મારી નાંખવીના ધમકી આપી હતી. પોલીસનું કહેવું છે કે તેને એફઆઇરઆર નોંધાવી દીધી છે અને આરોપીને પકડવાની કોશિષ થઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post લગ્નમાં મહિલાના માથા પરથી દુપટ્ટો ખસી જતા, પતિએ કર્યો આવો અત્યાચાર appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/pakistani-man-who-tortured-wife-for-refusing-to-dance-remanded-to-police-custody/
via Best Gujarati News
0 Comments