ક્રાઈમબ્રાંચે પાસેની રાયખડ પોલીસલાઈનમાં બની છે. શુક્રવારે સાંજે કચરો ફેંકવા ગયેલી પોલીસ કોન્સ્ટેબલની પત્નીની એકલતાનો લાભ લેવાનો પોલીસપુત્રએ પ્રયાસ કર્યો હતો. મહિલાનો હાથ પકડી આરોપીએ અડપલા શરૂ કર્યા હતા. જો કે, મહિલાએ બૂમાબૂમ કરતાં લોકો આવી જતાં આરોપી ભાગી ગયો હતો.

ડીસીપી સ્કોડમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં વિષ્ણુભાઈ (નામ બદલ્યું છે) રાયખડ પોલીસલાઈનમાં રહે છે. વિષ્ણુભાઈના પરિવારમાં પત્ની રેખા (નામ બદલ્યું છે) (ઉં,૨૫) અને બે નાના બાળકોનો સમાવેશ થાય છે.

વિષ્ણુભાઈ શુક્રવારે ફરજ પર ગયા હતા. ઘરનું કામકાજ પતાવી સાંજે ૫.૩૦ વાગ્યે રેખાબહેન બે બાળકોને ઘરે મૂકીને રાયખડ પોલીસલાઈનના દરવાજા પાસે કચરો નાંખવા માટે ગયા હતા. દરવાજા પાસે કોઈ અવરજવર ન હતી કે, કોઈ માણસો પણ હાજર ન હતા.

તે સમયે પીએસઆઈ કવાર્ટસ તરફથી આવેલા યુવકે એકલતાનો લાભ લઈ રેખાબહેનને ડાબો હાથ પકડીને તેમની છાતી પર હાથ નાંખ્યો હતો. ઘટનાથી ડરી ગયેલા રેખાબહેને પોતાનો હાથ છોડાવવા પ્રયત્ન કરીને બૂમાબૂમ શરૂ કરી હતી. આરોપી રેખાબહેનને હાથ છોડી ભાગવા ગયો પરંતુ સ્થળ પર પડી ગયો હતો. તે પછી ઊભો થઈને ગાયકવાડ હવેલી પોલીસ લાઈન તરફ ભાગી ગયો હતો.

નિર્લજ્જ હરકત કરનાર યુવક સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કોર્ટ ડયૂટી જમાદાર તરીકે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ મુનીર કુરેશીનો પુત્ર મસુદ હોવાનું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post અ’વાદ: પોલીસ કોન્સ્ટેબલની પત્ની સાથે પોલીસ પુત્રએ કર્યા અડપલા, મહિલાએ પણ… appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/police-constables-son-having-a-dalliance-with-rayakhada-polisalainamam/
via Best Gujarati News

0 Comments