બનાસકાંઠાની લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળશે કારણ એવું છે કે, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ઉપરથી ભાજપ અને કોંગ્રેસ બંનેએ આંજણા ચૌધરી જ્ઞાતિના ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા તે વખતે ભાજપના હરિભાઈ ચૌધરી ૨.૦૨ લાખની લીડથી જીત્યા હતા.

હવે ભાજપે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ટિકિટ કાપી છે અને ૨૦૧૯ના રણમેદાનમાં ગુજરાતની ભાજપ સરકારના મંત્રી પરબત પટેલને મેદાને ઉતારી દીધાં છે જેથી કોંગ્રેસ ચૌધરી કે ઠાકોર કે અન્ય ઓબીસી કોને ઉમેદવાર બનાવે છે તેની ઉપર સૌની નજર છે પણ છેલ્લી લોકસભા ૨૦૧૪ અને પછી વિધાનસભા ૨૦૧૭ના પરિણામોએ બનાસકાંઠાની ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે કેમ કે, ૨૦૧૪ની લોકસભામાં બનાસકાંઠા બેઠક ઉપર ભાજપે દબદબો બનાવ્યો હતો.

જોકે, ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા બેઠકમાં આવતી સાત બેઠકો પૈકી પાંચ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો જેથી ૨૦૧૯ના મુકાબલા ઉપર સૌની નજર મંડાયેલી છે.

બનાસકાંઠાની વિધાનસભા બેઠકો ઉપર લાંબા સમયથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે તો લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીમાં પરિણામો ભાજપ અને કોંગ્રેસ તરફી થતાં રહ્યાં છે. બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસના દિગ્ગજ બી. કે. ગઢવીનો દબદબો હતો પછી તેમના નિધન બાદ તેમના પુત્ર મુકેશદાન ગઢવી એ ભાજપ તરફી પવન વચ્ચે પણ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય અપાવ્યો હતો.

તેમના નિધન બાદ પેટાચૂંટણીમાં ભાજપે આ બેઠક જીતી લીધી હતી પછી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી ફરી હરિભાઇ ચૌધરી વિજેતા બન્યા હતા. હરિભાઈ ચૌધરી ૧૯૯૮, ૧૯૯૯ અને ૨૦૧૪માં વિજેતા બન્યા હતા જોકે, ૨૦૦૪ની ચૂંટણીમાં કોંગ્રેસના હરિભાઈ ચાવડા અને પછી ૨૦૦૯માં મુકેશ ગઢવી વિજેતા થયા હતા.

બનાસકાંઠા બેઠક પર ઠાકોર સમાજના સાડા ત્રણ લાખ તો ચૌધરી સમાજના ૩ લાખ જેટલા મતોનું અનુમાન છે આ સિવાય ક્ષત્રિય, દલિત અને અન્ય ઓબીસી મતો પણ નિર્ણાયક છે તેવામાં જો કોંગ્રેસ ઠાકોર ઉમેદવાર મેદાને ઉતારશે તો જંગ રસપ્રદ બની રહેશે જોકે, બનાસકાંઠા બેઠકનો ઇતિહાસ જોઈએ તો કોંગ્રેસનો દબદબો રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post બનાસકાંઠામાં 2014માં ભાજપે, 2017માં કોંગ્રેસે બાજી મારી, હવે 2019માં શું? appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/bjp-in-2014-in-banaskantha-in-2017-congress-launched-now-in-2019-rasakasi/
via Best Gujarati News

0 Comments