વડોદરા લોકસભા બેઠક પર વર્ષ ૧૯૯૭માં ભાજપના જિતેન્દ્ર સુખડિયા સામે સત્યજિત ગાયકવાડનો માત્ર ૧૭ મતથી વિજય થયો હતો. વડોદરા બેઠક પર રાજવી ગાયકવાડ પરિવારનો દબદબો રહ્યો છે. ૧૯૫૭થી ૧૯૯૬ સુધી આ બેઠક પર રાજવી પરિવારના ૯ સભ્યએ ઉમેદવારી કરી હતી. જેમાં છ વખત રાજવી પરિવારના સભ્યો વિજય બન્યા છે. પરંતુ સત્યજિત ગાયકવાડ રાજવી પરિવારનો હિસ્સો નથી.

૧૯૯૧ની ચૂંટણીમાં ભાજપે ટીવી કલાકાર દિપિકા ચિખલિયાને મેદાનમાં ઉતાર્યા હતા જેઓની સામે રણજિતસિંહ ગાયકવાડનો પરાજય થયો હતો. પછી રણજિતસિંહ ગાયકવાડ ક્યારેય ચૂંટણી લડયા ન હતા. જોકે તેમના પત્ની અને એમ એસ યુનિ.ના હાલના ચાન્સેલર શુભાંગિનીરાજે ગાયકવાડે ૧૯૯૬ની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડયા હતા.

૨૦૦૧માં શુભાંગિનીરાજે ગાયકવાડે ભાજપ તરફથી ખેડાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસના દિનશા પટેલ સામે તેમનો પરાજય થયો હતો.  પ્રથમ વખત ગાયકવાડ પરિવારમાંથી ફતેસિંહ રાવે ૧૯૫૭ની ચૂંટણીમાં  ઝંપલાવ્યું હતું. તેમાં વિજય મળ્યા બાદ બીજી ત્રણ ચૂંટણી પણ તેઓ લડયા હતા. ૧૯૬૨, ૧૯૭૧ અને ૧૯૭૭ની ચૂંટણીમાં પણ તેઓ વિજયી રહ્યા હતા. કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી લડયા હતા. ફતેસિંહરાવ ગાયકવાડ પ્રથમ બે ચૂંટણીઓ કોંગ્રેસ  તરફથી લડયા હતા.

કોંગ્રેસમાં ભાગલા પડતા ૧૯૭૧ની ચૂંટણી તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ (સંસ્થા) તરફથી લડયા હતા. ૧૯૭૭ની ચૂંટણી પણ તેઓ ફરીથી કોંગ્રેસમાંથી લડયા હતા. ૧૯૮૦માં ફતેસિંહરાવ ગાયકવાડના નાનાભાઈ રણજિતસિંહ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઈંદિરા)ના જૂથમાંથી લડયા હતા. ૧૯૮૪ની ચૂંટણી પણ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બેનર હેઠળ લડયા હતા.

રણજિતસિંહ ગાયકવાડ ૧૯૮૦ અને ૧૯૮૪માં વિજયી થયા હતા. ૧૯૮૯માં રણજિતસિંહ ગાયકવાડનો જનતાદળના ઉમેદવાર પ્રકાશકો બ્રહ્મભટ્ટના હસ્તે પરાજય થયો હતો. વડોદરાની બેઠક પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે તેમના શુભાંગિનીરાજેએ તેમની ઉમેદવારીની દરખાસ્ત મૂકી હતી.

વડોદરા લોકસભા બેઠક પર રાજવી પરિવારનો દબદબો હતો

વર્ષ            વિજેતા                         પક્ષ                    મળેલ મત      પરિણામ

૧૯૫૭         ફતેસિંહરાવ ગાયકવાડ          કોંગ્રેસ                 ૧,૫૧,૪૬૧     જીત

૧૯૬૨         ફતેસિંહરાવ ગાયકવાડ         કોંગ્રેસ                 ૧,૮૯,૫૬૨     જીત

૧૯૭૧         ફતેસિંહરાવ ગાયકવાડ          કોંગ્રેસ(સંસ્થા)           ૧,૬૯,૩૮૨     જીત

૧૯૭૭         ફતેસિંહરાવ ગાયકવાડ         કોંગ્રેસ                 ૨,૧૯,૧૦૧     જીત

૧૯૮૦         રણજિતસિંહ ગાયકવાડ         કોંગ્રેસ (ઇન્દિરા)                ૨,૯૬,૭૧૬     જીત

૧૯૮૪         રણજિતસિંહ ગાયકવાડ         કોંગ્રેસ (ઇન્દિરા)                ૨,૯૬,૭૧૬     જીત

૧૯૮૯         રણજિતસિંહ ગાયકવાડ         કોંગ્રેસ (ઇન્દિરા)                ૨,૯૩,૪૯૪     હાર

૧૯૯૧         રણજિતસિંહ ગાયકવાડ         કોંગ્રેસ                 ૨,૪૧,૮૫૦     હાર

૧૯૯૬         શુભાંગિનીરાજે ગાયકવાડ        અપક્ષ                  ૧,૦૦,૬૭૮     હાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post શું તમને ખબર છે? 1996ની ચૂંટણીમાં કોંગ્રેસના સત્યજિત ગાયકવાડ કેટલા વોટથી જીત્યા હતા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/satyajit-gaikwad-of-congress-in-the-1996-election-won-by-only-17-votes/
via Best Gujarati News

0 Comments