૧લી એપ્રિલથી વડોદરા – અમદાવાદ એક્સ્પ્રેસ વે પર ટોલ ફી વધારો જાહેર
। વડોદરા ।
આગામી ૧લી એપ્રિલ અને નવા નાણાંકીય વર્ષથી વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર વાહનોની ટોલ ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. વડોદરાથી આણંદની મોટરકારની ફી માં રૂ.૫ અને અમદાવાદની ફીમાં રૂ.૧૦નો વધારો જાહેર કરવામાં આવ્યો છે.આવી જ રીતે અન્ય વાહનોની ટોલ ફી પણ વધારવામાં આવી છે. રોજના ૫૦ હજાર વાહનો આ એક્સપ્રેસ વે ઉપર થી પસાર થઇ રહ્યા છે ત્યારે હવે ૧લીથી આ માર્ગ ઉપર મુસાફરી મોંઘી બનશે, એનએચએઆઇ દ્વારા ગ્રાહક ભાવાંકની ફોર્મ્યુલાઆધારે આ જાહેરાત કરવામાં આવી છે. વડોદરા – અમદાવાદ વચ્ચે ટોલ ફીમાં વધારો થતાં એસટી તંત્ર દ્વારા પણ ભવિષ્યમાં તે મુસાફરો પાસેથી વસૂલામાં આવશે તેમ મનાય છે. વડોદરાથી અમદાવાદની ટોલ ફી હવે રૂ.૧૧૦ થઇ છે. જ્યારે એલસીવીની ફી રૂ.૧૭૫, બસની ફી રૂ.૩૬૫ થઇ છે. વડોદરા – હાલોલ અને હાલોલ – શામળાજી માર્ગ ઉપર પણ ટોલ ફીમાં વધારો ઝીંકાયો છે. રાજ્ય સરકાર દ્વારા આ માર્ગો ઉપર કાર- જીપને ટોલ મુક્તિ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ હાઇવે ઉપર કાર – જીપને ટોલ ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.
વડોદરા – અમદાવાદ એક્સ્પ્રેસ વેમાં ટોલ ફી કેટલી
વાહન અમદાવાદ ડારિંગ રોડ નડિયાદ આણંદ
કાર- જીપ રૂ.૧૧૦ રૂ.૧૦૫ રૂ.૫૫ રૂ.૪૦
એલસીવી રૂ. ૧૭૫ રૂ. ૧૬૫ રૂ.૧૪૦ રૂ.૬૫
બસ – ટ્રક રૂ.૩૬૫ રૂ.૩૫૦ રૂ.૧૯૫ રૂ.૧૩૫
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ૧લી એપ્રિલથી વડોદરા – અમદાવાદ એક્સ્પ્રેસ વે પર ટોલ ફી વધારો જાહેર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/from-1st-april-vadodara-amda/
via Best Gujarati News
0 Comments