આ બેઠક પર ભાજપ છે મુંઝવણમાં! બે ટર્મ સાંસદ બનેલા પ્રભાતસિંહ ચૌહાણની ધમકીથી ત્રસ્ત
પંચમહાલ લોકસભા બેઠકના સતત બે ટર્મ સાંસદ બનેલા પ્રભાતસિંહ ચૌહાણની ધમકીઓ અને દાદાગીરીથી ત્રસ્ત ભાજપે તેમની ટિકિટ કાપી લેતાં તેઓ ધુઆપુઆ થઈ ગયા હતા.જેને કારણે પ્રભાતસિંહ ચૌહાણે પંચમહાલ લોકસભા મત વિસ્તારના ઠાસરા, ડાકોર, સેવાલિયા,વિરપુર,મોરવાહડફ સહિતના વિસ્તારોમાં બેઠકો કરીને અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી સાથે ભાજપના કાર્યકરોનું સમર્થન માંગી રહ્યા છે.જો કે ઠાસરા તાલુકાના નેશ અને ડાકોર સહિતના વિસ્તારોમાં તેઓનો વિરોધ કરવામાં આવ્યો હતો,જો કે મહીસાગર જિલ્લાના વિરપુરમાં તાલુકા ભાજપ સંગઠનના કેટલાક હોદ્દેદારોએ પ્રભાતસિંહ ચૌહાણ સાથે બેઠક કરીને અપક્ષ ઉમેદવારી માટે સમર્થન આપ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે.
મહીસાગર જિલ્લાના વિરપુર ખાતે પ્રભાતસિંહ ચૌહાણ સાથે નિકટતા ધરાવતા અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી મુકેશભાઈ શ્રીમાળી, લઘુમતી મોરચાના પ્રમુખ બિલ્કીશબાનુ અબ્બાસી,પ્રદિપસિંહ પરમાર,હિરાભાઈ પટેલ સહિત કેટલાક હોદ્દેદારો અને ભાજપી કાર્યકરોએ બેઠક કરી હતી.પોતાની ટિકિટ કપાઈ હોવાને કારણે પોતે અપક્ષ કે અન્ય કોઈપણ પક્ષમાંથી ઉમેદવારી કરશે,તો સમર્થન માંગી રહેલા પ્રભાતસિંહ ચૌહાણને વિરપુરમાં હકારાત્મક જવાબો મળતાં ભાજપ મુંઝવણમાં મુકાયું છે.
જો કે વિરપુર ભાજપના હોદ્દેદારોએ પ્રભાતસિંહને સમર્થન આપેલ છે કે કેમ તે જાહેર કરેલ નથી,જેને કારણે હજી સુધી તેમની વિરૃધ્ધ પક્ષ વિરોધી કાર્યવાહી કરવામાં આવી નથી.લોસકભા ચૂંટણી નજીક આવી રહી હોવાથી વિરપુરના ભટકાયેલા ભાજપી હોદ્દેદારો અને કાર્યકરોને સમજાવી લેવામાં આવશે,તેમ માનવામાં આવી રહ્યું છે.વિરપુર ભાજપના આશરે પાંચ થી છ જેટલા ભાજપ સંગઠન સાથે જોડાયેલા હોદ્દેદારો અને કાર્યકરોએ પ્રભાતસિંહને સમર્થન આપ્યું હોવાની વાતો વહેતી થતાં ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ અને જિલ્લા ભાજપના આગેવાનો પણ સચેત બનીને પ્રભાતસિંહ ચૌહાણ જ્યાં જાય ત્યાં બીજા દિવસે જઈને ડેમેજ કંટ્રોલ કરવામાં લાગી ગયેલા જોવા મળી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આ બેઠક પર ભાજપ છે મુંઝવણમાં! બે ટર્મ સાંસદ બનેલા પ્રભાતસિંહ ચૌહાણની ધમકીથી ત્રસ્ત appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/prabhatsinh-chauhan-threatens-two-consecutive-term-mp-from-panchmahal-lok-sabha-seat/
via Best Gujarati News
0 Comments