આગામી બાયોપિકમાં વિદ્યા બાલન બનશે બસપા પ્રમુખ માયાવતી!
બોલિવૂડમાં હાલ બાયોપિકનો વાયરો ચાલી રહ્યો છે. અનેક રાજનેતાઓના જીવન પરથી ફિલ્મો બની રહી છે. મનમોહનસિંહ, બાળાસાહેબ ઠાકરે, એનટી રામરાવની બાયોપિક રિલીઝ થઈ ચૂકી છે. પીએમ નરેન્દ્ર મોદી અને જયલલિતાની બાયોપિક રિલીઝ થવાની છે અને હવે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે. બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીના જીવન પરથી ફિલ્મ બનવાની છે. આ ફિલ્મમાં માયાવતીના કિરદારને વિદ્યા બાલન કપૂર ન્યાય આપવાની છે. માયાવતીના જીવન પરની બાયોપિક પર મેકરોએ કામ શરૂ કરી દીધું છે. ફિલ્મનું દિગ્દર્શન સુભાષ કપૂર કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આગામી બાયોપિકમાં વિદ્યા બાલન બનશે બસપા પ્રમુખ માયાવતી! appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/in-the-next-biopic-vidya/
via Best Gujarati News
0 Comments