વીકલી ટ્રેડિંગ રિપોર્ટ

। મુંબઈ ।

દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ (૨૨થી ૨૮ માર્ચ) દરમિયાન કોમોડિટી વાયદાઓમાં ૩૧,૩૦,૨૭૭ સોદાઓમાં કુલ રૂ.૧,૪૮,૫૦૩.૬૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. સોનાના વાયદામાં ૧૦ ગ્રામદીઠ રૂ.૨૧૨ અને ચાંદીમાં કિલોદીઠ રૂ.૯૪૬નો ઘટાડો થયો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં રહ્યું હતું. તાંબુ, નિકલ અને સીસું ઘટયા હતા, જ્યારે એલ્યુમિનિયમ અને જસત વધ્યા હતા. એનર્જીમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં ૧૩,૩૬,૪૦,૪૦૦ બેરલ્સનાં નોંધપાત્ર વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સાપ્તાહિક ધોરણે બેરલદીઠ રૂ.૩૫નો ઘટાડો થયો હતો. નેચરલ ગેસ પણ ઢીલું બંધ થયું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં ૯,૧૨,૭૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા. સીપીઓના વાયદા ઘટવા સામે એલચી અને મેન્થા તેલ તેજ બંધ થયાં હતાં. કોમોડિટી વાયદાનો સૂચકાંક કોમડેક્સ સપ્તાહ દરમિયાન ૨૧.૬૬ પોઇન્ટ ઘટયો હતો.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧,૮૫૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૩૨,૨૪૬ અને નીચામાં રૂ.૩૧,૫૭૬ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૩૧,૮૧૯ના બંધ સામે સમીક્ષા હેઠળનાં સપ્તાહના અંતે રૂ.૨૧૨ (૦.૬૭ ટકા) ઘટી રૂ.૩૧,૬૦૭ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો એપ્રિલ વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૨૫,૮૧૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૮૫ (૧.૧૦ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૨૫,૫૧૩ના ભાવ રહૃા। હતા. આ વાયદો સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ.૨૫,૯૫૦ અને નીચામાં રૂ.૨૫,૪૯૧ બોલાયો હતો. ગોલ્ડ-પેટલનો એપ્રિલ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૩,૨૧૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૬ (૦.૮૧ ટકા) ઢીલો રહી રૂ.૩,૧૮૮ના સ્તરે બંધ થયો હતો. આ વાયદો ઉપરમાં રૂ.૩,૨૪૪ અને નીચામાં રૂ.૩,૧૮૫ બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧,૮૬૯ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૧૮ (૦.૬૮ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૩૧,૬૨૪ના ભાવ રહૃા હતા. આ વાયદો ઉપરમાં રૂ.૩૨,૨૪૫ અને નીચામાં રૂ.૩૧,૫૯૧ બોલાયો હતો. સોનાનો દૂર ડિલિવરીનો ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૭૩ (૦.૫૪ ટકા) ઘટી રૂ.૩૨,૦૨૧ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૩૮,૨૯૩ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૩૮,૬૨૨ અને નીચામાં રૂ.૩૭,૨૭૯ના સ્તરને સ્પર્શી સપ્તાહના અંતે રૂ.૯૪૬ (૨.૪૭ ટકા) ઘટી રૂ.૩૭,૩૧૭ બંધ રહૃાો હતો. ચાંદીનો મિની એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૩૮,૨૮૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૯૪૨ (૨.૪૬ ટકા) ઘટી રૂ.૩૭,૩૫૨ થયો હતો, જ્યારે ચાંદીનો માઈક્રો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૩૮,૨૯૬ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૯૩૧ (૨.૪૩ ટકા) ઘટી બંધમાં રૂ.૩૭,૩૬૧ના ભાવ રહૃા હતા. ચાંદીનો દૂર ડિલિવરીનો જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.૩૮,૭૬૭ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૯૧૬ (૨.૩૬ ટકા) ઘટી રૂ.૩૭,૮૫૫ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં તાંબાનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૪૪૩.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨ (૦.૪૫ ટકા) ઘટી રૂ.૪૪૧.૪૦, નિકલનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૮૯૩ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪.૯૦ (૦.૫૫ ટકા) ઘટી રૂ.૮૯૨.૭૦, એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૧૪૪.૯૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૬૫ (૧.૧૪ ટકા) વધી રૂ.૧૪૬.૯૦, સીસું એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૧૪૧.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૨૦ (૦.૮૫ ટકા) ઘટી રૂ.૧૪૦.૨૦ અને જસત એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૨૧૧.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪.૭૦ (૨.૨૨ ટકા) વધી રૂ.૨૧૬.૬૦ના સ્તરે બંધ થયો હતો. એનર્જી સેગ્મેન્ટમાં ક્રૂડ તેલનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૪,૧૪૧ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૪,૧૭૯ અને નીચામાં રૂ.૪,૦૩૧ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૩૫ (૦.૮૪ ટકા) ઘટી રૂ.૪,૧૧૧ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નેચરલ ગેસનો એપ્રિલ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૯૩.૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬.૧૦ (૩.૧૨ ટકા) ઘટી બંધમાં રૂ.૧૮૯.૬૦ના ભાવ થયા હતા.

કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં ગાંસડીદીઠ રૂ.૨૦૦થી રૂ.૩૦૦ની નરમાઈ ભાવમાં રહી હતી. કોટનનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૧,૭૯૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૨૧,૮૨૦ અને નીચામાં રૂ.૨૧,૨૪૦ના મથાળે અથડાઈ આગલા સપ્તાહનાં રૂ.૨૧,૬૧૦ના બંધ સામે સમીક્ષા હેઠળનાં સપ્તાહના અંતે રૂ.૩૦૦ (૧.૩૯ ટકા) ઘટી રૂ.૨૧,૩૧૦ બંધ રહૃો હતો.

ક્રૂડ પામ તેલ (સીપીઓ)ના વાયદાઓમાં ૧૦ કિલોદીઠ રૂ.૨.૮૦થી રૂ.૧૧.૪૦નો ઘટાડો થયો હતો. સીપીઓનો એપ્રિલ વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૫૨૯.૯૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪.૫૦ (૦.૮૫ ટકા) ઘટી રૂ.૫૨૭.૪૦ બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ.૫૩૨ અને નીચામાં રૂ.૫૨૩ બોલાયો હતો.

એલચીના વાયદાઓમાં એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૧,૫૪૫.૫૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧,૬૫૮.૫૦ અને નીચામાં રૂ.૧,૫૪૫ને સ્પર્શી સપ્તાહના અંતે રૂ.૧૧૧.૩૦ (૭.૨૩ ટકા)ની વૃદ્ધિ સાથે બંધમાં રૂ.૧,૬૫૧.૧૦ના ભાવ રહૃા હતા.

મેન્થા તેલના વાયદાઓમાં કિલોદીઠ રૂ.૨૭.૭૦થી રૂ.૯૬.૩૦નો ઉછાળો ભાવમાં રહૃો હતો. મેન્થા તેલનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૧,૫૮૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ.૧,૬૩૭.૫૦ અને નીચામાં રૂ.૧,૫૬૦ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૨૭.૭૦ (૧.૭૫ ટકા) વધી રૂ.૧,૬૧૨.૩૦ બંધ થયો હતો.

કોમોડિટી વાયદાના ભાવની રૂખ દર્શાવતો ઇન્ડેક્સ કોમડેક્સ સપ્તાહના પ્રારંભે ૩૭૨૦.૯૮ ખૂલી, સપ્તાહ દરમિયાન ઉપરમાં ૩૭૩૬.૬૬ અને નીચામાં ૩૬૮૭.૭૬ સુધી જઈ સપ્તાહના અંતે ૨૧.૬૬ પોઇન્ટ (૦.૫૮ ટકા) ઘટી ૩૬૯૯.૪૮ બંધ રહૃો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૧૯.૨૨ પોઇન્ટ (૦.૩૬ ટકા) ઘટી ૫૨૫૭.૨૨ અને એનર્જી ઇન્ડેક્સ ૩૮.૦૬ પોઇન્ટ (૧.૨૯ ટકા) ઘટી ૨૯૨૩.૦૦ના સ્તરે બંધ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ક્રૂડ તેલમાં ૧૩.૩૬ કરોડ બેરલ્સના વોલ્યુમ સાથે વાયદામાં સાપ્તાહિક ધોરણે રૂ.૩૫નો ઘટાડોઃ નેચરલ ગેસ પણ નરમ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/crude-oil-13-36-crores-two/
via Best Gujarati News

0 Comments